________________
પટ્ટથી પોતાનું પેટ બાંધીને હાથમાં જંબૂ વૃક્ષની શાખા લઈને ફરતો હતો. લોકો તેને પૂછતા કે - “આવું કરવાનું શું પ્રયોજન છે ?” ત્યારે તે કહેતો કે - “મારું પેટ જ્ઞાનથી ભરેલું છે. ક્યાંક ફાટી ન જાય તેથી લોહના પટ્ટથી બાંધી રાખું છું. જંબૂદ્વીપમાં મારો કોઈ પ્રતિવાદી નથી. આ સૂચિત કરવા માટે જગ્ગની શાખા હાથમાં લઈ રાખી છે.” તેનું નામ ‘પોસાલ પ્રસિદ્ધ થઈ ગયું.
પોટ્ટસાલે નગરમાં ઘોષણા કરાવી કે - “હું દિગુવિજેતા છું. મારો કોઈ પ્રતિવાદી નથી.” નગરીમાં પ્રવેશ કરતાં જ રોહગુખે આ ઘોષણા સાંભળી. તેણે ગુરુને પૂછ્યા વગર જ પોટ્ટસાલને પડકાર આપી દીધો કે - “હું તેના જોડે વાદ કરીશ.” સ્થાન પર આવીને રોહગુપ્ત આચાર્ય મહારાજને કહ્યું કે - “મેં પોટ્ટસાલને શાસ્ત્રાર્થ કરવા પડકાર આપ્યો છે.” આચાર્યે કહ્યું – “આ તેં ઠીક કર્યું નહિ. તું તેને શાસ્ત્રાર્થમાં જીતી શકે છે, પરંતુ તે વિછી, સર્પ વગેરે સાત વિદ્યાઓ જાણે છે. તેનાથી તે તને પરેશાન કરી દેશે.” રોહગુપ્ત બોલ્યો - “ઠીક છે, પડકાર તો દીધો છે, જે થવાનું હશે તે થઈ જશે.” તેના પર આચાર્ય બોલ્યા - “જો એવું છે તો હું તમને તેની વિરોધી સાત વિદ્યાઓ આપું છું. હું તેનો પ્રયોગ કરી લેજે.” તેની સાથે એમણે રજોહરણ મંત્રિત કરી દીધો અને કહ્યું કે - “જો વધુ કોઈ ઉપદ્રવ ઊભો થાય તો તું આ રજોહરણને પોતાના મસ્તક પર ફેરવી લેજે. તેના પ્રભાવથી તું બધા ઉપદ્રવથી બચી જશે.”
રોહગુપ્ત રાજસભામાં ગયો. ત્યાં તેણે ઘોષણા કરી કે – “તે બિચારો પરિવ્રાજક શું જાણે છે ? તેની ઇચ્છા હોય તો તે પૂર્વ પક્ષ કરે, હું તેનું નિરાકરણ કરી દઈશ.”
પરિવ્રાજક ચાલાક હતો. તેણે વિચાર્યું - આ બહુ નિપુણ લાગે છે, તેથી તેનો માનેલો સિદ્ધાંત જ પૂર્વ પક્ષમાં લઉં, આ કેવી રીતે તેનું નિરાકરણ કરશે?' આ વિચારીને તે પ્રતિપાદિત કરવા લાગ્યો - “રાશિઓ બે જ છે - (૧) જીવ રાશિ અજીવ રાશિ. કારણ કે આવી જ ઉપલબ્ધિ હોય છે. જેમ કે શુભ રાશિ અને અશુભ રાશિ.
રોહગુખે તેને પરાજિત કરવાની દૃષ્ટિથી પ્રતિપાદિત કર્યું કે - “રાશિઓ ત્રણ છે - (૧) જીવ રાશિ (૨) અજીવ રાશિ (૩) નો જીવ રાશિ. નરક-તિર્યંચાદિ જીવ છે, ઘટ વગેરે અજીવ છે અને ગરોળીની પૂંછડી વગેરે નો જીવ છે. જેમ કે અધમ, મધ્યમ અને ઉત્તમ રાશિઓ છે, એવી રીતે જીવ, અજીવ અને નોજીવ ત્રણ રાશિઓ છે.”
ઉક્ત યુતિથી પરાજિત થઈને પરિવ્રાજક સાત વિદ્યાઓનો પ્રયોગ કરવા લાગ્યો. રોહગુપ્ત એ બધાનો ગુરુદત્ત વિદ્યાઓથી પ્રતિકાર કર્યો. સભાપતિ - સભ્ય વગેરેએ પરિવ્રાજક ને પરાજિત ઘોષિત કર્યા અને રોહગુપ્તને સમ્માનિત કર્યા.
રોહગુપ્ત રાજસભામાંથી પાછા ફરી આચાર્ય મહારાજને ત્રિરાશિ વિષયક વૃત્તાંત કહી સંભળાવ્યો. આચાર્યે કહ્યું - “તેં પરિવ્રાજકને પરાજિત કર્યો ત્યાં સુધી તો ઠીક છે, પરંતુ વાદની સમાપ્તિના પછી તમારે આ કહેવું જોઈએ કે - “અમારો શુદ્ધ સિદ્ધાંત તો બે રાશિનો જ છે. માત્ર પરિવ્રાજકના અભિમાનને દૂર કરવા માટે જ મેં ત્રણ રાશિઓ પ્રતિપાદિત કરી. તેથી હવે જઈને રાજસભામાં કહો કે તે ત્રિરાશિક સિદ્ધાંત ઠીક નથી.” આના પર રોહગુપ્ત કહેવા લાગ્યા - “મહારાજ ! આમાં અપસિદ્ધાંત શું છે ?” (૫૪) જે છે છે
જિણધમો)