________________
આચાર્ય મહારાજે તેને કેટલીક યુક્તિઓથી સમજાવવા પ્રયત્ન કર્યો. સમજાવવા છતાં તે માન્યો નહિ, ત્યારે ગુરુએ વિચાર્યું કે - “જો આને એમ જ છોડી દેવામાં આવશે તો કેટલાય લોકોની શ્રદ્ધાને ભ્રષ્ટ કરશે, તેથી રાજસભામાં ઘણા લોકો સામે તેનો નિગ્રહ કરવો જોઈએ. ફળસ્વરૂપ બળશ્રી રાજાની સભામાં ગુરુ-શિષ્યની છ માસ સુધી ચર્ચા થઈ. ચર્ચાને લાંબી થતી જોઈને રાજાએ નિવેદન કર્યું કે - “મારા રાજ્યનું બધું કાર્ય અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. તમે આ ચર્ચાને સમાપ્ત કરો.” ત્યારે આચાર્યે કહ્યું “કાલે આ ચર્ચાની સમાપ્તિ કરી દઈશ.”
બીજા દિવસે આચાર્ય મહારાજે કુત્રિકાપણની દુકાનથી “નોજીવ માંગવા માણસને મોકલ્યા. ત્યાં “નોજીવ' પ્રાપ્ત થયા નહિ. આ રીતે રોહગુપ્ત પરાજિત થયા. ગુરુના પ્રત્યેનીક થવાના કારણે તે તિરસ્કૃત થયો. અભિનિવેશમાં આવીને તેણે વૈશેષિક દર્શનની સ્થાપના કરી. રોહગુપ્તનું અપર નામ પડુલૂક હતું. ઉલ્લક ગોત્રોત્પન્ન થવાથી તથા છ પદાર્થોની સ્થાપના કરવાના કારણે તે પડુલૂક કહેવાય છે. ઐરાશિકવાદની સમીક્ષા :
પૂર્વ પક્ષ રાશિઓ ત્રણ છે. જીવ, અજીવ અને નોજીવ. “નો’ શબ્દ દેશ નિષેધવાચી છે, સર્વનિષેધવાચી નહિ. નોજીવ, જીવનો એક દેશ છે, સર્વ જીવનો અભાવ નહિ. ગરોળીની કપાયેલી પૂંછડી વગેરે જેવદ્રવ્યનો એક દેશ છે. તે જીવાજીવથી વિલક્ષણ છે તેને જીવ ન કહી શકાય. કારણ કે તે તેના શરીરથી પૃથક છે. તેને ન તો અજીવ કહી શકાય, કારણ કે તેમાં સ્કુરણ વગેરે મેળવી શકાય છે, તેથી તે નોજીવ છે.
સિદ્ધાંતમાં અજીવનું પ્રરૂપણા કરતા અરૂપી અજીવને દસ પ્રકારે બતાવ્યું છે. ધર્માસ્તિકાયનો સ્કંધ, ધર્માસ્તિકાયનો દેશ, ધમસ્તિકાયનો પ્રદેશ, આ રીતે અધર્માસ્તિકાયનો સ્કંધ, દેશ અને પ્રદેશ, આકાશાસ્તિકાયનો સ્કંધ, દેશ અને પ્રદેશ તથા કાળ. જ્યારે ધર્માસ્તિકાય વગેરેના દેશ તેમનાથી અભિન્ન હોય તો પણ પૃથક વસ્તુ કહેવાય છે. તો ગરોળીની પૂંછડી વગેરે છિન્ન થઈને પણ અલગ વસ્તુ કેમ નથી ? સમભિરૂઢ નય પણ જીવપ્રદેશને નોજીવ માને છે, તેથી આગમ સંમત થવાથી નો જીવ તૃતીય રાશિ છે.
ઉત્તર પt : ઉક્ત કથન જૈન સિદ્ધાંતથી વિરુદ્ધ છે. પૂર્વ પક્ષે આગમના ઉદાહરણ દ્વારા પોતાના પક્ષને સિદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે. તેનાથી એ પ્રતીતિ થાય છે કે આગમની વાત તેને માન્ય છે. આગમમાં તો સ્થાન-સ્થાન પર બે રાશિઓને પ્રતિપાદન કર્યું છે. યથા - “સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે – હુવે રાણી પUUત્તા તંગ ગીવા વેવ મળવા વેવ !” “અનુયોગ દ્વાર'માં કહેવાયું છે કે - “નવ વળી ગીવ ટુવ્વીય ” ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે - “નવા વેવ નીવાય, પસ નો વિયાgિ' ઇત્યાદિ.
ધર્માસ્તિકાયના દેશ વગેરે એમના ભિન્ન કોઈ નથી. વિવક્ષા માત્રથી ભિન્ન વસ્તુની કલ્પના કરવામાં આવી છે. ગરોળીની પૂંછડી પણ ગરોળીથી અભિન્ન છે. કારણ કે તે તેનાથી સંબંદ્ધ છે, તેથી તે જીવ જ છે, “નો જીવ' નથી. ગરોળી અને તેની કપાયેલી પૂંછડીના ( સપ્ત નિન્દવી છે કે
)