________________
અને શિષ્ય બીજા કિનારે. કોઈ સમયે શરદ ઋતુમાં આચાર્યને વંદન કરવાના હેતુથી ગંગ નદી પાર કરતો હતો. ગંગ ખલ્વાટ હતો. સૂર્યની ગરમીથી તેનું મસ્તક તપી રહ્યું હતું. અને નીચે નદીનાં શીતળ જળથી તેને શીતનો અનુભવ થતો હતો. આમાં વચ્ચે મિથ્યાત્વ મોહનીયના ઉદયના લીધે તેણે વિચાર્યું - “સિદ્ધાંતમાં બે ક્રિયાઓનો એકસાથે અનુભવ કર્યો છે. પરંતુ મને તો ગરમી-ઠંડી બંને ક્રિયાઓનો સાથે અનુભવ થાય છે. તેથી આગમમાં જે કહ્યું છે તે યથાર્થ નથી. તેણે ગુરુજીને નિવેદન કર્યું. ગુરુએ યુક્તિઓથી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે પોતાનો હઠાગ્રહ છોડ્યો નહિ. તેને સંઘમાંથી પૃથક કરી દીધો.
ગંગ વિચરતા-વિચરતા રાજગૃહ નગરમાં આવ્યો અને મણિનાગ નામના ચૈત્યમાં રોકાયો. ત્યાં પરિષદના સામે યુગપ બે ક્રિયાઓનું વેદનનું પ્રરૂપણ કરતો હતો. આ સાંભળી તે ચૈત્યનો યક્ષ મણિનાગ કુપિત થઈને બોલ્યો - “અરે દુષ્ટ શૈક્ષ ! કેમ મિથ્યા પ્રરૂપણ કરે છે? મહાવીર સ્વામી અહીં પધાર્યા હતા. તેઓ તો એક સમયમાં એક જ ક્રિયાના વેદનની પ્રરૂપણા કરતા હતા. આ મેં સાંભળ્યું છે. તું શું એમનાથી પણ વધુ જ્ઞાની છે? આ મિથ્યા પ્રરૂપણાને છોડો, અન્યથા તમારું કલ્યાણ પણ થશે નહિ. આનું ભયંકર પરિણામ આવી શકે છે.” યક્ષનાં આવાં વચનો સાંભળીને ગંગ ભયભીત થયો અને તેણે તે મિથ્યા પ્રરૂપણા છોડી દીધી. તે પ્રબુદ્ધ થયો. “મિચ્છામિ દુક્કડ' દઈને તે ગુરુની સમીપ ગયો અને આલોચના પ્રતિક્રમણ કરી આરાધક બન્યો. દ્વિક્રિયાવાદની સમીક્ષા
પૂર્વ પક્ષ ઃ યુગપતુ બે ક્રિયાઓનું સંવેદન થાય છે, કારણ કે આ અનુભવ સિદ્ધ છે - જેમ કે ગંગ સાધુને ચરણ અને મસ્તકમાં શીત અને ઉષ્ણનું સંવેદન એકસાથે થયું.
ઉત્તર પક્ષ : યુગપતુ બે ક્રિયાઓના સંવેદનની વાત મિથ્યા છે. ઉપર જે શીતોષ્ણ સંવેદનનું યુગપતું થવું બતાવ્યું છે, વસ્તુતઃ તે અનુભવ યુગપતું ન થઈને ક્રમિક જ થયું હોય. માત્ર શીવ્રતાના કારણે આ ક્રમ પરિલક્ષિત થતો નથી. સમય આવલિકા ખૂબ સૂક્ષ્મ છે અને મન અત્યંત ચંચળ, સૂક્ષ્મ અને આશુસંચારી છે, તેથી આ ક્રમ દેખાતો નથી. મન જે સમયે જે ઇન્દ્રિયથી સંબંધિત હોય છે, તેના વિષયને તે તે સમયે ગ્રહણ કરે છે, અન્યને નહિ. જે સમયે તે શીત વિષયમાં સંબંધિત હોય તો તે સમયે ઉષ્ણ વિષયથી સંબંધિત થઈ શકતો નથી. તેથી તે મન બે ભિન્ન દેશ(સ્થાન)માં થનારી ક્રિયાઓનો યુગપતુ અનુભવ કરી શકતું નથી. અનુમાન પ્રમાણથી એ જ સિદ્ધ થાય છે. યથા ચરણ-શિરોગત શીતોષ્ણ વેદનાનો યુગપતુ અનુભવ થતો નથી, ભિન્ન-ભિન્ન દેશ(સ્થાન) થવાથી. જેમ કે વિંધ્ય અને હિમાલયને એકસાથે સ્પર્શ કરવાની ક્રિયા. એક સમયમાં જીવ એક જ ઉપયોગ વાળો હોય છે, એ સમયમાં તે અન્ય વિષયો ગ્રહણ કરી શકતો નથી. જીવ સર્વ પ્રદેશોમાંથી એક અર્થમાં ઉપર્યુક્ત છે, તો કયો અંશ બચી જાય છે, જેનાથી તે સમયમાં બીજા પદાર્થોથી સંબંધ થઈ શકે. તેથી બે અનુભવ એકસાથે થઈ શકે નહિ. (૫૪૪)) જિણધમો)