________________
સમાધાન : સર્વથા વિનાશ માનવાથી કોણ કોના સમાન છે અને કોણ કોના સંતાન છે. નિરન્વય વિનાશ થવાથી નારકાદિ ક્ષણ વિદ્યમાન જ રહેતી નથી. જેનાથી એ કહી શકાય કે આ એમનું સંતાન છે અને આ એમની સમાન છે. આ પણ પ્રશ્ન કરવામાં આવી શકે કે આ સંતાન એ મૂળ ક્ષણોથી ભિન્ન છે કે અભિન્ન ? જો ભિન્ન છે તો પણ તે ક્ષણિક છે કે અક્ષણિક. જો અક્ષણિક છે તો ક્ષણભંગવાદ સમાપ્ત થયો. જો ક્ષણિક છે તો ક્ષણોમાં કોઈ વિશેષતા આમાં ન રહી તો આ સંતતિ અન્વયનું કારણ કેવી રીતે થઈ શકે છે ? જો પૂર્વ ક્ષણનો ઉત્તર ક્ષણમાં અનુગમન માનવામાં આવે તો સમાનતા થઈ શકે છે. પૂર્વ ક્ષણ સર્વથા નષ્ટ થવાથી ઉત્તર ક્ષણમાં સમાનતા હોતી નથી.
બીજી વાત એ છે કે બધા પદાર્થ ક્ષણિક છે. આ જ્ઞાન આ ક્ષણિકવાદના શ્રુતથી જ થયું ને ? શ્રુતનું ગ્રહણ અસંખ્યાત સમયમાં થાય છે. પ્રતિ સમય વિનાશ માનવાથી આ શ્રુતગ્રહણ થઈ શકતું નથી. કારણ કે સંખ્યાત અક્ષરોનું પદ હોય છે, સંખ્યાત પદોથી વાક્ય બને છે. જો ઉત્પત્તિના અનન્તરથી જ મન સર્વથા નષ્ટ થઈ જાય તો અસંખ્ય સામયિક પદ અને અર્થનો બોધી કેવી રીતે થશે ? આ રીતે તૃપ્તિ, શ્રમ, ખેદ, ગ્લાનિ, સાધર્મ્સ, વૈધર્મ, પ્રત્યભિજ્ઞાન, અધ્યયન, ધ્યાન, ભાવના, સ્મરણ વગેરે સર્વથા વિનાશ માનવાથી કેવી રીતે ઘટિત થશે. જો એમનામાં કોઈ અનુગામી તત્ત્વ છે તો પછી પદાર્થ સર્વથા ક્ષણિક કેવી રીતે કહી શકાય ? સર્વથા ક્ષણિક પક્ષ માનવાથી દીક્ષા અને મોક્ષ પણ ઘટિત થતાં નથી.
શંકા : સર્વ વસ્તુ ક્ષણિક છે, કારણ કે અંતમાં તેનો નાશ દેખાય છે. આ નાશ નિહૅતુક છે. તેથી તે આદિથી જ થાય છે. જો આદિમાં નાશ થવાનો માનવામાં ન આવે તો અંતમાં પણ નાશ થઈ શકતો નથી.
સમાધાન : આ પર્યંત નાશને આપેલો હેતુ વસ્તુને અક્ષણિક સિદ્ધ કરે છે. યથા વસ્તુ પ્રતિક્ષણ વિનાશી નથી, કારણ કે અંતમાં તેનો વિનાશ દેખાય છે. જેનો અંતમાં વિનાશ થાય છે, તે પ્રતિક્ષણ વિનાશી હોતા નથી. જેમ કે ઘટ અથવા પૂર્વોક્ત પર્યંત નાશનો હેતુ જૈનોને અસિદ્ધ છે. કારણ કે તેઓ અંતમાં પણ વસ્તુનો સર્વથા વિનાશ માનતા નથી. કપાલ ઉત્પન્ન થવાથી ઘટનો સર્વથા નાશ થતો નથી. જૈન સિદ્ધાંત દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બંને નયોનો સ્વીકાર કરે છે. એકનો પણ સ્વીકાર ન ક૨વો મિથ્યા છે. સર્વ પદાર્થ ક્ષણિક છે.' આ માન્યતા માત્ર ઋજુસૂત્ર નય સમંત છે. સર્વનય સંમત ન હોવાથી આ માન્યતા મિથ્યા છે. અશ્વમિત્રનો આ ક્ષણક્ષયવાદ બૌદ્ધોનો ક્ષણક્ષયવાદ જેવો છે. આ ક્ષણક્ષયવાદ એકાંતિક હોવાથી મિથ્યા છે. તેથી અશ્વમિત્રની આ સમુચ્છિન્ન દૃષ્ટિ વિપરીત દૃષ્ટિ હોવાથી મિથ્યા છે.
ગંગનો હ્રિક્રિયાવાદ :
વીર નિર્વાણ સં ૨૨૮માં ઉત્સુકાતીર પર દ્વિક્રિયાવાદી દષ્ટિ ઉત્પન્ન થઈ. ઉલ્લુકા નદીના કિનારે એક ખેડા (ગામ) હતું. અને બીજા કિનારે એક નગર હતું. ત્યાં આચાર્ય મહાગિરિના શિષ્ય આર્ય ધનગુપ્ત વિરાજતા હતા. તેમનો શિષ્ય હતો ગંગ. આચાર્ય એક કિનારે હતા
સપ્ત નિહવ
૫૪૩