________________
અવ્યક્તવાદની સમીક્ષા પણ કરવામાં આવે.
પૂર્વ પક્ષ કોણ જાણે છે કે આ સાધુ વેશધારી છે અથવા દેવ? તેનું કોઈ નિશ્ચાયક પ્રમાણ નથી. આર્ય આષાઢ ભૂતિ સાધુવેશમાં હતા. પરંતુ વસ્તુતઃ તેઓ દેવ હતા. અતઃ સંશયનો વિષય હોવાથી કોઈ વંદન-યોગ્ય નથી, તો પણ જો વંદન કરવા આવે તો આષાઢદેવ વંદનની જેમ અસંયત વંદન થશે, અને મૃષાવાદનો પ્રસંગ આવશે.
ઉત્તર પક્ષ : ઉક્ત અવ્યક્ત દૃષ્ટિ અથવા સંશયવાદ ઉચિત નથી. કારણ કે જો સર્વત્ર શંકા જ કરવામાં આવે તો “હું દેવ છું' આવું કહેવાવાળા દેવના પ્રતિ શંકા કેમ કરાતી નથી ? દેવના કહેવાથી અથવા તેના રૂપને જોવાથી તદ્ વિષયક સંદેહ કરતો નથી, તો સાધુના કહેવાથી અથવા તેના રૂપને જોવાથી પસંદેહ કેમ કરવામાં આવે છે ? દેવ તો ક્રીડાવશે અન્યથા ભાષી પણ થઈ શકે છે, પરંતુ સાધુ તો અન્યથા ભાષી નથી. જ્યારે સાધુ જેવા પ્રત્યક્ષના વિષયમાં શંકા છે તો જીવાદિ અને ધર્માસ્તિકાય સૂક્ષ્મ પદાર્થોના વિષયમાં વિશ્વાસ કેવી રીતે થશે ?
શંકા : જિનેન્દ્ર દેવનાં વચનોથી જીવાદિ વિષયમાં સંશય કરવાનું કોઈ કારણ નથી, પરંતુ સાધુના વિષયમાં આવું કોઈ નિશ્ચાયક લક્ષણ નથી.
સમાધાન : સાધુચર્યા દ્વારા સાધુત્વનો નિશ્ચય થાય છે. તેથી સાધુચર્યા એ નિશ્ચાયક લક્ષણ છે. જેના દ્વારા સાધુત્વ વિષયક સંશય દૂર થાય છે.
શંકા : આર્ય આષાઢ ભૂતિ યતિ હતા. તે ઉપરાંત તેમના શરીરમાં દેવનો પ્રવેશ થઈ જવાથી અસંયત વંદનનો પ્રસંગ આવ્યો. આમ તો અન્ય યતિઓ માટે પણ શંકા બની રહે છે કે, આ યતિ છે કે અસંયતી?
સમાધાન : જો આ પ્રકારે સર્વત્ર દેવની શંકા કરવામાં આવે તો આહાર, ઉપાધિ, શપ્યા વગેરે પણ ગ્રહણ ન કરવા જોઈએ. કારણ કે કોણ જાણે છે કે આહાર-પાણી છે કે કૃમિપિંડ ? કોણ જાણે છે કે આ શુદ્ધ છે કે અશુદ્ધ ? કોણ જાણે છે કે સચિત્ત છે કે અચિત્ત ? કોણ જાણે છે કે આ ભક્ષ્ય છે કે અભક્ષ્ય. આ રીતે સર્વત્ર શંકા થવાથી બધી આહારાદિ વસ્તુઓ અયોગ્ય થઈ જશે. કોણ જાણે છે કે આ ભવ્ય છે કે અભવ્ય ? તેથી તેને દીક્ષા પણ આપવી ન જોઈએ. કોણ જાણે કે કોણ ગુરુ છે ? કોણ ચેલો છે ? કોણ જાણે છે કે જિનેન્દ્ર દેવ થયા કે નહિ. આવી સ્થિતિમાં સર્વ સંદિગ્ધ થવાથી પરલોક-સ્વર્ગમોક્ષ સંદિગ્ધ થવાથી, દીક્ષા લેવી વ્યર્થ થઈ જશે. આષાઢ દેવના અતિરિક્ત આવા કેટલા દેવ દેષ્ટિગોચર થયા છે, જેનાથી સર્વત્ર શંકા કરવામાં આવે છે? છદ્મસ્થાનો માટે વ્યવહાર નયનું અનુસરણ કરવું અનુજ્ઞાત છે. શ્રત વિધિથી ચાલતા વ્યવહારનું અવલંબન લેવું જોઈએ.
જિનેદ્રદેવનું શાસન નિશ્ચય અને વ્યવહાર બંને નયોને લઈને ચાલે છે. એકનો પણ પરિત્યાગ કો મિથ્યા છે. વ્યવહારનો ત્યાગ કરવાથી તીર્થનો ઉચ્છેદ થઈ જશે. તેથી વ્યવહાર-માર્ગનું અવલંબન લઈને શંકા રહિત બનીને પરસ્પર વંદનાદિ વ્યવહાર કરવો જોઈએ. એકાંત અવ્યક્તવાદનો આશ્રય લેવો સર્વથા મિથ્યા છે. ( સપ્ત નિન્દવી જ છે
૫૪૧)