________________
ી થયું ?
સમાધાન : જો પૂરણત્વ સમાન હોવા છતાં પણ અન્ય પ્રદેશ જ જીવ છે અને શેષ અજીવ છે એવો આગ્રહ કરવામાં આવે તો આનાથી વિપરીત કલ્પના પણ કેમ ન કરવામાં આવે કે આદ્ય પ્રદેશ જીવ છે અને અન્ય પ્રદેશ અજીવ છે ? જે પૃથક-પૃથક એક-એક અવયવમાં નથી તે સમુદાયમાં પણ હોતું નથી. જેમ રેતીના એક કણમાં ન રહેનાર તેલ સમુદાયમાં પણ હોતું નથી. એક-એક પ્રદેશમાં જો જીવ નથી તો પરિમાણ વગેરેની તુલ્યતા હોવા છતાં પણ અકસ્માત્ અન્ય પ્રદેશમાં જીવત્વ ક્યાંથી આવી ગયું ?
શંકા : પ્રથમ આદિ પ્રદેશોમાં જીવ દેશ(અંશ)થી છે અને અન્ય પ્રદેશમાં સર્વથી છે.
સમાધાન જો પ્રથમાદિ પ્રદેશમાં જીવત્વ અંશથી છે તો પ્રદેશોની તુલ્યતા થવાથી અન્ય પ્રદેશમાં પણ તે દેશથી હશે. જો અન્ય પ્રદેશમાં તે સર્વથી છે, તો પ્રથમાદિ પ્રદેશમાં પણ તે સર્વથી જ હશે.
શંકા : પૂર્વોક્ત સૂત્રાલાપકમાં પ્રથમાદિ પ્રદેશોમાં જીવત્વનો નિષેધ કર્યો છે અને અન્ય પ્રદેશમાં જીવત્વની અનુજ્ઞા કરવામાં આવી છે.
સમાધાન : ઉક્ત સૂત્રાલાપકમાં તો અન્ય પ્રદેશમાં પણ જીવત્વનો નિષેધ છે. ત્યાં એક પ્રદેશમાં જીવત્વનો નિષેધ કર્યો છે. ભલે તે પ્રદેશ આદિનો હોય કે મધ્યનો હોય અથવા અંતનો હોય. તેમાં તો પ્રતિપૂર્ણ જીવ પ્રદેશનો જીવ કહ્યો છે. “સિંઘ પવિપુunt लोगागास पएसतुल्ले जीवेत्ति वत्तव्वंसिया ।'
જેમ કે પટનો એક તાંતણો સમસ્ત પટનો ઉપકારી હોય છે, કારણ કે તેના વગર સમસ્ત પટનો અભાવ થઈ જાય છે. પરંતુ એકલો તાંતણો જ સમસ્ત પટ હોતો નથી. તે બધા તાંતણા સમ્મિલિત થઈને પટ કહેવાય છે. એ રીતે એક જીવ પ્રદેશ પણ જીવ હોતા નથી, પરંતુ તે બધા જીવ પ્રદેશ સમુદિત રૂપમાં જીવ કહેવાય છે. એવંભૂત નયનું આ મંતવ્ય છે કે દેશ અને પ્રદેશની કલ્પનાથી રહિત પરિપૂર્ણ વસ્તુ જ વસ્તુ છે, તેથી ભૂત નયની અપેક્ષાથી કહેવાયું છે કે પ્રતિપૂર્ણ પ્રદેશવાળા જ જીવ છે.
શંકા : “ગામ બળ્યું,' “કપડું બળ્યું” આ વ્યવહારમાં પણ સમસ્તનો ઉપચાર કરવામાં આવી શકે છે.
સમાધાન : આ ઉપચારથી જેમ અન્ય પ્રદેશમાં જીવત્વ સિદ્ધ કરવામાં આવે છે તો એ જ ઉપચાર પ્રથમાદિ પ્રદેશોના માટે પણ જાણવો જોઈએ. ઉપચાર પણ એક જીવ પ્રદેશમાં નહિ, પરંતુ દેશોના જીવમાં કરી શકાય છે. જેમ કે એક તંતુમાં પટનો ઉપચાર કરી ન શકાય, પરંતુ દેશોના તંતુઓમાં પટનો ઉપચાર કરવામાં આવે છે.
જેમ પટનો અંતિમ તંતુ પટ નથી, કારણ કે શીત ત્રાણ વગેરે સાધ્ય કાર્ય તેનાથી થતા નથી. આ કાર્યના અભાવમાં પણ જો તેને પટ માનવામાં આવે તો ઘટ - વગેરે પણ પટ કેમ ન માનવામાં આવે ? તેથી અન્ય અવયવ જ કાર્યસાધક નથી. સંપૂર્ણ અવયવોથી જ અવયવી કહી શકાય છે. આ સમીક્ષાથી સ્પષ્ટ થાય છે કે જીવનો અંતિમ પ્રદેશ જીવ નથી પરંતુ સમસ્ત જીવ પ્રદેશ મળીને જ જીવ કહેવાય છે. ( સપ્ત નિન્દવ છે
આપ૩૯)