________________
કરી દીધા. તે વિચરતા-વિચરતા આમલ કલ્પાનગરીમાં આવ્યો તો ત્યાં મિતશ્રી નામના શ્રાવકે ભોજનનો એક કણ આપ્યો. તેણે શ્રાવકને કહ્યું - “એક કણ આપીને કેમ ઉપહાસ કરો છો ?” તેણે કહ્યું - “ઉપહાસ કેવો ? તમારા મત અનુસાર તો એક અંતિમ કણ જ ભૂખ શમાવનાર છે, બાકીના નહિ. તો આ અંતિમ કણથી કામ ચાલી જશે.” આ વ્યંગ્યક્તિથી તે પ્રતિબદ્ધ થઈ ગયા. તેની મિથ્યા ધારણા દૂર થઈ ગઈ. તે ગુરુની સેવામાં ગયો અને ક્ષમાયાચનાપૂર્વક આલોચના કરીને સમ્યગુમાર્ગનો આરાધક થયો.
તત્ત્વજ્ઞાનની વૃદ્ધિ હેતુ આ દૃષ્ટિની સમીક્ષા કરી લેવી પણ ઉપયોગી છે. પૂર્વ પક્ષ : આત્મપ્રવાદ પૂર્વમાં આ સૂત્રાલાપક છે -
“एग्गे भंते ! जीव पएसे जीवेति वत्तव्वं सिया ? नो इणद्वे समटे । वं दो, तिण्णि, जाव दस संखेज्जा असंखेज्जा भंते ! जीव पएसा जीवेति वत्तव्वं सिया । से केणटेणं ? जम्हा णं कसिणे पडिपुण्णे लोगागास पएसुतुल्ले जीवे નીવે ત્તિ વત્તત્રં સિયા સે તે મi ” :
અર્થ : “ભગવન્! શું જીવના એક પ્રદેશને જીવ કહી શકાય છે ?” “નહિ.” ભગવાને કહ્યું -
“આ રીતે બે, ત્રણ, દસ સંખ્યાત, અસંખ્યાત જીવ પ્રદેશોને જીવ કહી શકાય છે, ભંતે !”
“ના ! આવું ન કહી શકાય. એક પણ પ્રદેશ ઓછો હોય તો તેને જીવ ન કહી શકાય.” ભગવાને કહ્યું.
“ભગવાન ! આનું કારણ શું છે ?”
ભગવાને કહ્યું – “સંપૂર્ણ લોકાકાશના પ્રદેશોના તુલ્ય પ્રદેશ હોવાથી જ જીવ પરિપૂર્ણ થાય છે. તેથી અસંખ્યાત પ્રદેશોથી સંપન્ન જીવને જ જીવ કહેવાય છે.” - ઉક્ત સૂત્રલાપકને વાંચતા પ્રતીત થાય છે કે ચરમ પ્રદેશ જ જીવ છે. કારણ કે તેના હોવાથી જ જીવ કહી શકાય છે. શેષ પ્રદેશોના હોવા છતાં પણ જીવ, જીવ ન કહી શકાય. તેથી ચરમ પ્રદેશ જ જીવ છે.
ઉત્તર પક્ષ : ઉક્ત વિચારણા યુક્તિયુક્ત નથી. જો પ્રથમ જીવ પ્રદેશ જીવ નથી તો અંતિમ જીવ પ્રદેશ જીવ કેમ છે? અંતિમ પ્રદેશ પણ જીવ નથી, કારણ કે તે અન્ય પ્રદેશોની તુલ્ય છે, યથા પ્રથમ પ્રદેશ. આ અનુમાનથી અંતિમ પ્રદેશ પણ જીવ સિદ્ધ થઈ શકતો નથી. બધા પ્રદેશોની તુલ્યતા છે. જો પ્રથમ પ્રદેશ જીવ નથી તો અંતિમ પ્રદેશ જીવ કેમ છે ? જો એમ કહેવાય કે અંતિમ પ્રદેશ અસંખ્ય--રાશિના પૂરક છે, તેથી તે જીવ છે, તો આ કથન અયુક્ત છે. કારણ કે જેમાં અન્ય પ્રદેશ પૂરક છે, તેવી રીતે પ્રથમાદિ પ્રદેશ પણ પૂરક છે. તાત્પર્ય એ છે કે પ્રત્યેક પ્રદેશ પૂરક છે, કારણ કે એક પણ પ્રદેશની કમી હોવાથી તે પરિપૂર્ણ કહી ન શકાય.
શંકા : જો અન્ય પ્રદેશની જેમ બધા જીવ પ્રદેશોને જીવ માનવામાં આવે તો પ્રતિ જીવમાં જીવ બહુત્વ પ્રાપ્ત કરીશે અથવા પ્રથમ પ્રદેશની જેમ અનત્ય પ્રદેશ પણ જો અજીવ છે તો સર્વથા જીવનો અભાવ પ્રાપ્ત થશે. (૫૩૮) જ00 0 0 0 0 0 0 0 જિણધમો)