________________
શકતી નથી. તેથી ક્રિયમાણને જ કૃત કહેવું જોઈએ, અન્યથા ‘કૃત’ શબ્દનો ક્યાં પ્રયોગ થશે ? જો કહેવામાં આવે કે ક્રિયાની સમાપ્તિ પર કાર્ય થાય છે તો તે અયુક્ત છે. કારણ કે તે સમયે ક્રિયાનું અસત્ત્વ છે. જો ક્રિયાના અભાવમાં પણ કાર્યનું થવું માનવામાં આવે તો કાર્યારંભથી પૂર્વ જ કાર્યોત્પત્તિનો પ્રસંગ આવશે. જો ક્રિયા વગર જ કાર્ય થાય તો માટી લાવવી, પિંડ બનાવવા વગેરે ક્રિયાઓ નિરર્થક બને છે. મુમુક્ષુને માટે પણ તપસંયમ વગેરે ક્રિયાઓ નિરર્થક બને છે. જો ક્રિયાથી કાર્ય થવાનું માનવામાં આવે તો ક્રિયા અને સમયમાં અને કાર્ય અન્ય સમયમાં હોય, એવું કેવી રીતે સંભવ છે ? તેથી ક્રિયમાણને જ કૃત કહેવું જોઈએ.
શંકા ઃ ઘટના આરંભથી લઈને પૂર્ણ થવાના સમય સુધી દીર્ઘકાળની અનુભૂતિ હોય છે. એક સમયમાં કાર્યનો આરંભ અને તેની સમાપ્તિ જોઈ શકાતી નથી, તો એ કેવી રીતે માનવામાં આવે ?
સમાધાન : પૂર્વમાં કહેવામાં આવ્યું છે કે પ્રતિ સમય અન્ય-અન્ય કેટલાંય કાર્ય થતા રહે છે. એ કાર્યોની તરફ દૃષ્ટિ ન જવાથી તે બધા ઘટના કાર્ય સમજી લેવામાં આવે છે. તેથી એવો અનુભવ કરી લેવામાં આવે છે કે ઘટ બનાવવામાં આટલો સમય લાગ્યો. એ બધાં અલગ-અલગ કાર્યોના સમયને ઘટમાં સંમિલિત કરી લેવાથી આવી ભ્રાંતિ થાય છે. વસ્તુતઃ ઘટની ઉત્પત્તિનો આરંભ અને સમાપ્તિ એક જ સમયમાં હોય છે.
એ શંકા કરવામાં આવે છે કે ચરમ સમયમાં જ કેમ ઉત્પત્તિ થાય છે ? એનું સમાધાન એ છે કે કારણ વગર કાર્ય થતું નથી અને તે કારણ અનંત સમયમાં જ ઉત્પન્ન થાય છે. તેથી અંત સમયમાં જ ઘટની ઉત્પત્તિ થાય છે. અહીં ઘટના માટે જે વાત કહી છે તે જ સંસ્તારક અને પ્રિયદર્શનાની સાડીની દગ્ધતાના વિષયમાં પણ સમજવી જોઈએ.
ઉક્ત વિવેચનથી સ્પષ્ટ થઈ જાય છે કે ‘કડમાણે કડે'નું કથન નિશ્ચય દૃષ્ટિથી યથાર્થ છે. ‘શ્રી ભગવતી સૂત્ર’માં આ દૃષ્ટિને લઈને, ‘વતમાળે વૃત્તિ૫, ૩વીરિત્નમાણ કીરિÇ... વગેરે કથન કર્યા છે. કાર્યની પૂર્ણતા થવાથી કાર્યને કૃત માનવું સ્થૂલ વ્યવહાર દૃષ્ટિ છે. જમાલિનું કથન એકાંત સ્થૂલ દૃષ્ટિ પર આધારિત છે. તે નિશ્ચય દૃષ્ટિનો અપલાપ કરે છે, તેથી તે મિથ્યા છે. એકાંત મિથ્યા આગ્રહના કારણે જમાલિ નિન્દ્વવ કહેવાયા અને કિક્વિષિકતાને પ્રાપ્ત થયા.
તિષ્યગુપ્તની જીવપ્રાદેશિક દૃષ્ટિ :
મહાવીર ભગવાનના કેવળજ્ઞાનનાં ૧૬ વર્ષ પછી ઋષભપુર નગરમાં જીવ પ્રાદેશિક દૃષ્ટિ ઉત્પન્ન થઈ. રાજગૃહ નગરના ગુણશીલક ચૈત્યમાં ચૌદમા-પૂર્વધારી વસુ નામના આચાર્ય પધાર્યા. તેમને તિષ્યગુપ્ત નામનો શિષ્ય હતો. તેને આત્મ-પ્રવાદ નામના પૂર્વ વાંચતા સમયે જીવ પ્રદેશ સંબંધી વક્તવ્યતાને લઈને મિથ્યાત્વના ઉદયથી આ વિપર્યાસ ઉત્પન્ન થયો કે ચરમ પ્રદેશથી જ જીવ પરિપૂર્ણ થાય છે, તેથી તે ચરમ પ્રદેશ જ જીવ છે, શેષ પ્રદેશ નહિ. આચાર્યએ યુક્તિઓથી તેને સમજાવ્યા, પરંતુ તે ન સમજ્યો. ત્યારે ગુરુએ તેને પૃથક્
સપ્ત નિહવ
૫૩૦