________________
કરું છું.) બોલીને તે જમાલિના પાસે ગઈ અને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ તીવ્ર મિથ્યાત્વના ઉદયથી તે ન સમજ્યો, તો તેને છોડીને પોતાની શિષ્યાઓના પરિવારની સાથે ભગવાનના સમીપ ચાલી ગઈ. જમાલિ અનેક લોકોને ખોટો માર્ગ બતાવતા, આલોચના, પ્રતિક્રમણ કર્યા વગર, આયુષ્ય પૂર્ણ કરીને તેર સાગરોપમની સ્થિતિવાળા કિલ્વિષિક દેવ બન્યા. એમની ચલાવેલી માન્યતાને બહુરત દેષ્ટિ કહેવાય છે. કારણ કે એમના અનુયાયી ઘણા સમયોમાં ક્રિયાને થવાની માને છે.
ઉક્ત દૃષ્ટિનું તાત્પર્ય શું છે ? અને તે કેમ અસત્ય છે, તેની સંક્ષિપ્ત મીમાંસા કરી લેવી પણ આવશ્યક છે.
પૂર્વ પક્ષ : પાથરેલા સંસ્મારક સંતૃત થયા નથી. તેનાથી પ્રતીત થાય છે કે ક્રિયમાણ કત નથી. તેથી “શ્રી ભગવતી સૂત્ર'માં જે કહ્યું છે કે - “વનને વનિ, યુરિનHI
વીuિ. કૃત્યાજિ' વગેરે આ બધું મિથ્યા છે. કારણ કે જે કત હોય છે તે વિદ્યમાન હોય છે. જેમ કે જૂના પટ. જો કરવામાં આવેલને કૃત કહીશું તો નિરંતર ક્રિયા થતી રહે છે અને ક્યારે પણ કાર્યની સમાપ્તિ થતી નથી. કારણ કે કૃતને ક્રિયમાણ માનીશું તો તે હંમેશાં કરવામાં આવશે.
બીજી વાત એ છે કે જો ક્રિયમાણને કૃત માનીશું તો ઘટ બનાવવા માટે કરવામાં આવતી ક્રિયાઓ - માટીને મસળવી, ચાકડાને ફેરવવો વગેરે ક્રિયાઓ-વ્યર્થ થઈ જશે. ક્રિયમાણને કૃત માનવામાં પ્રત્યક્ષ વિરોધ આવે છે. ઉત્પત્તિના પહેલા અવિદ્યમાન ઘટ ઉત્પત્તિના સમય ઉત્પન્ન થતા દેખાય છે, તેથી કરેલું કાર્ય અકૃત જ છે. કાર્યના આરંભમાં ઘટ દેખાતો નથી. શિવક વગેરે અપૂર્ણ અવસ્થામાં પણ ઘટ દેખાતો નથી. દીર્ઘ ક્રિયા કાળના અંતમાં ઘટ દેખાય છે. તેથી ક્રિયાકાળમાં કાર્ય થતું નથી પરંતુ ક્રિયાના અંતમાં કાર્ય થાય છે. આવું જ બધાને પ્રત્યક્ષ દ્વારા પ્રતીત થાય છે.
ઉત્તર પક્ષઃ ઉક્ત માન્યતા ઠીક નથી. અવિદ્યમાન ઘટાદિ કાર્ય કરી શકાતું નથી કારણ તે અસત્ છે. જે અસતું હોય છે તે કરાતું નથી. જેમ કે ખર-વિષાણ. જો અવિદ્યમાન પણ કરવામાં આવે તો આકાશ-કુસુમ પણ કરવામાં આવવું જોઈએ, કારણ કે અસત્ત્વ તો બંને જગ્યાએ તુલ્ય છે. વસ્તુના વિદ્યમાન થવાથી જ પર્યાય વિશેષના દ્વારા તેમાં કથંચિત્ ક્રિયા થઈ શકે છે. સર્વથા અવિદ્યમાન વસ્તુમાં ક્રિયા હોતી નથી. જો અસત્ કાર્ય ઉત્પન્ન થતું હોય તો મૃત-પિંડના ઘટની જેમ ખર-વિષાણ પણ કેમ ઉત્પન્ન ન હોય. પ્રતિ સમય અન્યઅન્ય કાર્ય આરંભ થાય છે અને પૂર્ણ થાય છે. કાર્યના કરણ કાળ અને પૂર્તિ કાળ એક જ હોય છે. ઘટના અંતિમ સમયમાં જ ઘટનો આરંભ થાય છે અને તેમાં જ તેની પૂર્તિ થાય છે. માટી લાવવી, મસળવી, પિંડ બનાવવા વગેરે. અલગ-અલગ કાર્ય અને અલગ-અલગ સમયમાં જ આરંભ થઈને પૂર્ણ થાય છે, તેથી ઘટના નિર્માણમાં દીર્ઘ સમયનું કથન કરવું અસંગત છે.
જો વર્તમાન ક્રિયા - ક્ષણમાં કાર્યને કૃત ન માનવામાં આવે તો ભૂત અને ભવિષ્યકાળમાં તે કાર્ય કેવી રીતે થશે? અતીત અને ભવિષ્યનું ક્રિયા - ક્ષણ અસતું હોવાથી કાર્યકારક થઈ (૫૩૬) OOOOOOOOOOOOOOM જિણધમો)