________________
પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ.
(૩૫) છતાં તેણે મને જે પરાક્રમ બતાવ્યું છે, તે જોઈને હું વિસ્મય પામ્યો છું. આટલી નાની વય છતાં તે આ વનમાં કેમ આવ્યે? આ પરાક્રમી શી રીતે થયે? અને તેનું પ્રતિપાલન તે શી રીતે કર્યું? એ બધી કલ્પનાઓ મારા હૃદયને શકિત કરે છે.”
પતિના આ પ્રશ્નને સાંભળી ગંગા સાનંદવદને બેલી“પ્રાણનાથ ! આપ શિકારે ગયા પછી હું આ બાળકને તેડી પિતાને ઘેર આવી હતી. એ બાળકને પાંચ વર્ષ તે તેના મોસાળી આ વિદ્યાધરોના ઉસંગમાં રમતાં રમતાં ગયા છે. બાલ્યવયથી તે વિદ્યાધરના બાળકમાં જુદે જ દેખાઈ આવતું હતું. મારે ભાઈ પવનવેગ કે જે તેને સામે થાય છે અને જે સર્વ વિદ્યામાં કુશળ છે, તેણે ખંતથી આ બાળકને વિદ્યાભ્યાસ કરાવ્યું છે. એ તીવ્રબુદ્ધિ બાળક પોતાના મામા પાસે થોડા દિવસમાં જ સંપૂર્ણ શાસ્ત્રને પારગામી થયે છે. તેમાં ખાસ કરીને ધનુર્વિદ્યામાં તે એ કુશળ બન્યું છે કે, તેને ગુરૂ અને મામે પવનવેગ તેથી અતિ આશ્ચર્ય પામી જતા હતા. તેના વિદ્યાભ્યાસની આગળ બધા વિદ્યાધરે તૃણની માફક દેખાતા, અને તે મેસાળમાં રહી અતિ વિનેદ કરવા લાગ્યા. જેમ જેમ તેનું વય વધતું ગયું, તેમ તેમ તેનામાં વિદ્યા અને બળને મદ આવવા લાગે. તેથી તે તેના મામાના કુટુંબીઓની સાથે કજીએ કરવા લાગ્યો. છોકરાને કજીઆખર જાણે “રખેને કે તેને મહેણું મારે કે, આ કેનો છોકરો છે ? એવા ભયથી મેં ત્યાં