Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
જગતના ઇતિહાસનું રેખાદર્શન વ્યક્તિત્વે જનતામાં સામર્થ અને અડગ હિંમતનાં નવાં તત્ત્વો દાખલ કર્યા અને બંગાળની રાષ્ટ્રીયતા તથા બલિદાનની નવી ભાવના સાથે એ ભળતાં એણે હિંદના રાજકારણની સૂરત બદલી નાખી.
૧૯૦૬, ૧૯૦૭ અને ૧૯૦૮ના આ ભારે ખળભળાટ અને ઉત્તેજનાના સમય દરમ્યાન મહાસભા શું કરી રહી હતી ? મહાસભાના આગેવાને રાષ્ટ્રીયતાની ભાવનાની જાગ્રતિને આ કાળે પ્રજાને આગળ દરવણું આપવાને બદલે પાછળ પડી ગયા. તેઓ તે શાંત પ્રકારના અને જેમાં આમજનતાને પ્રવેશ મહેતા એવા રાજકારણથી ટેવાયેલા હતા. બંગાળને જવલંત ઉત્સાહ તેમને રૂચ નહતા તેમ જ લેકમાન્યમાં મૂર્તિમંત થયેલી મહારાષ્ટ્રની નવી અણનમ ભાવના સાથે પણ તેમને ગેહતું નહોતું. સ્વદેશીની તેઓ પ્રશંસા કરતા હતા પરંતુ બ્રિટિશ માલને બહિષ્કાર (યકેટ) કરતાં તેઓ અચકાતા હતા. આમ મહાસભામાં બે પક્ષે ઊભા થયા – લેકમાન્ય તથા બંગાળના કેટલાક નેતાઓના નેતૃત્વ નીચેને ઉદ્દામ પક્ષ અને મહાસભાના જૂના નેતાઓના નેતૃત્વ નીચે મવાળ અથવા વિનીત પક્ષ. પરંતુ ગોપાળ કૃષ્ણ ગોખલે નામના એક તરણ વિનીતના સૌથી આગળ પડતાં નેતા હતા. તે ભારે બાહોશ હતા અને તેમણે પિતાનું આખું જીવન દેશસેવામાં સમર્પણ કર્યું હતું. ગોખલે પણ મહારાષ્ટ્રી હતા. લેકમાન્ય અને ગોખલેએ પિતાપિતાનાં વિરોધી દળો સાથે એકબીજાને સામને કર્યો અને ૧૯૦૭ની સાલમાં ઍનિવાર્ય રીતે મહાસભાની એકતામાં ભંગાણ પડ્યું અને તેમાં ભાગલા પડ્યા. વિનીતે મહાસભા ઉપર પિતાને કાબૂ રાખી રહ્યા અને ઉદ્દામ પક્ષને તેમણે તેમાંથી હાંકી કાઢ્યો. વિનીતે જીત્યા તે ખરા, પરંતુ એને લીધે દેશમાં તેમણે પિતાની પ્રતિષ્ઠા ગુમાવી, કેમકે લેકમાન્યને પક્ષ જનતામાં તેમના કરતાં અનેકગણે લેકપ્રિય હતે. પરિણામે મહાસભા નબળી પડી અને થોડાં વરસ સુધી દેશમાં જેને ઝાઝે પ્રભાવ રહ્યો નહિ.
અને એ વરસ દરમ્યાન સરકારની શી સ્થિતિ હતી? વિકસતી જતી હિંદની રાષ્ટ્રીયતા પર તેણે કેવું વલણ દાખવ્યું? પિતાને રચતી ન હોય એવી માગણી કે મુદ્દાને પહોંચી વળવાની સરકાર પાસે માત્ર એક જ રીત છે – લાઠીને ઉપયેગ. એટલે સરકારે દમન શરૂ કર્યું, લોકોને જેલમાં ધકેલ્યા, છાપાંના કાયદાઓ ઘડીને વર્તમાનપત્રોને દબાવ્યાં અને તેને પસંદ ન હોય એવા માણસની પાળ સંખ્યાબંધ છૂપી પોલીસ અને જાસૂસ છોડી મૂક્યા. એ સમયથી છૂપી પોલીસના માણસો હિંદના આગેવાન રાજદ્વારી પુરુષના હમેશના સેબતી બની ગયા છે. બંગાળના ઘણું નેતાઓને કેદની સજા કરવામાં આવી. લેકમાન્યને મુક સૌથી વધારે નોંધપાત્ર હતા. તેમને છ વરસની સજા કરવામાં આવી અને તેમણે માંડલેના પિતાના કારાવાસ દરમ્યાન એક સુપ્રસિદ્ધ ગ્રંથ લખ્યો. લાલા લાજપતરાયને પણ બ્રહ્મદેશમાં દેશપાર કરવામાં આવ્યા.