Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદનું પુનરુત્થાન
૭૪૫ ખરેખર એમ જ માનતા હતા તથા જાહેર પણ કરતા હતા કે એશિયા ખંડ પછાત છે અને તે યુરોપિયનના આધિપત્ય નીચે રહેવાને સરજાયેલે છે.
આમ જાપાનને વિજય એશિયા માટે ભારે પ્રોત્સાહક નીવડ્યો. આપણામાંના મોટા ભાગના લેકમાં ઘર કરી બેઠેલી હીનતાની અથવા તો ઊતરતાપણાની ભાવના એણે ઓછી કરી. રાષ્ટ્રીય વિચારે બહોળા વિસ્તારમાં, ખાસ કરીને બંગાળ અને મહારાષ્ટ્રમાં ફેલાયા. એ જ અરસામાં એક એવો બનાવ બન્યું જેણે બંગાળને તેના પાયામાંથી હચમચાવી મૂક્યું અને હિંદભરમાં ભારે ખળભળાટ મચાવ્ય. અંગ્રેજ સરકારે બંગાળના મહાન પ્રાંતને (એ સમયે બિહારને પણ બંગાળ પ્રાંતમાં સમાવેશ થતો હત) બે ભાગમાં વહેંચી નાખ્યો; એમાંનો એક ભાગ પૂર્વ બંગાળ હતા. બંગાળના ઉત્તરોત્તર રાષ્ટ્રવાદી બનતા જતા મધ્યમ વર્ગે તેને વિરોધ કર્યો. આ રીતે તેમના ભાગલા પાડીને અંગ્રેજો તેમને કમજોર બનાવવા માગે છે એવી તેમને શંકા પડી. પૂર્વ બંગાળમાં મુસલમાનોની વસતી વધારે હતી એટલે આવા ભાગલા પાડવાથી હિંદુ-મુસ્લિમ પ્રશ્ન પણ ઊભો થયે. બંગાળમાં બ્રિટિશ વિધી એક પ્રબળ ચળવળ શરૂ થઈ. મોટા ભાગના જમીનદારે એ ચળવળમાં સામેલ થયા અને એ જ રીતે હિંદી મૂડીદારો પણ એમાં જોડાયા. એ વખતે પહેલવહેલી સ્વદેશીની હાકલ કરવામાં આવી અને એની સાથે બ્રિટિશ માલને બહિષ્કાર પણ પિકારવામાં આવ્ય, એથી કરીને બેશક હિંદી ઉદ્યોગ તથા મૂડીને મદદ મળી. એ ચળવળ અમુક અંશે આમજનતામાં પણ પ્રસરી અને અમુક અંશે તેણે હિંદુ ધર્મમાંથી પ્રેરણા મેળવી. એની સાથે સાથે જ બંગાળમાં ક્રાંતિકારી હિંસક ચળવળને પણ આરંભ થયો. અને હિંદી રાજકારણમાં બૅબે પહેલવહેલી દેખા દીધી. અરવિંદ ઘોષ એ બંગાળની ચળવળના જવલંત નેતાઓમાંના એક હતા. તે હજી હયાત છે પરંતુ કેટલાંક વરસોથી ફ્રેંચ હિંદમાં આવેલા પડીચેરી શહેરમાં રહે છે અને નિવૃત્ત જીવન ગાળે છે.
- પશ્ચિમ હિંદમાં આવેલા મહારાષ્ટ્રમાં પણ એ વખતે ભારે ખળભળાટ મચી રહ્યો હતો અને હિંદુત્વના રંગથી રંગાયેલી ઉગ્ર રાષ્ટ્રીયતા ત્યાં આગળ ફરીથી સજીવન થઈ રહી હતી. બાળ ગંગાધર તિલક નામના એક મહાન નેતા ત્યાં પેદા થયા. હિંદભરમાં તે લેકમાન્યના નામથી ઓળખાય છે. લેકમાન્ય સમર્થ પંડિત હતા અને પૂર્વ તેમ જ પશ્ચિમ ઉભયની સંસ્કૃતિનું તેમને સરખું જ્ઞાન હતું. વળી તે સમર્થ મુત્સદ્દી પણ હતા. પરંતુ આ બધા ઉપરાંત તે મહાન લોકનાયક હતા. રાષ્ટ્રીય મહાસભાના આગેવાને હજી સુધી અંગ્રેજી કેળવણી પામેલા હિંદીઓને હાકલ કરતા હતા; આમજનતાને તેમને ઝાઝે પરિચય નહોતો. પરંતુ લેકમાન્ય જનતા સુધી પહોંચનાર અને તેની પાસેથી બળ મેળવનાર નવભારતના પહેલવહેલા રાજકીય નેતા હતા. એમના“ચેતનવંતા