Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદનું પુનરુત્થાન
૭૪૩ આંકવાનો પ્રયત્ન કરું છું એમ ન માની લઈશ. મારે એ આશય નથી કેમકે, એ દિવસોમાં મહાસભાએ તેમ જ તેના આગેવાનોએ ભારે કામ કર્યું છે એમ હું માનું છું. હિંદના રાજકારણના વિષમ સંજોગોને લઈને એક એક ગલું આગળ વધીને વધારે ને વધારે ઉદ્દામ નીતિ ગ્રહણ કરવાની મહાસભાને ફરજ પડી. પરંતુ તેની આરંભની કારકિર્દીમાં તે જેવી હતી તેનાથી અન્યથા તે થઈ શકે એમ નહોતું. અને એ આરંભના દિવસોમાં આગળ વધવા માટે તેના સંસ્થાપકોમાં ભારે વૈર્યની જરૂર હતી. આજે જ્યારે લેકસમુદાય આપણું પડખે છે અને બહાદુરીથી સ્વતંત્રતાની વાતો કરવા માટે તે આપણું ગુણગાન કરી રહ્યો હોય ત્યારે એમ કરવું એ બહુ સહેલું છે. પરંતુ કોઈ પણ મહાન પ્રવૃત્તિ શરૂ કરવામાં પહેલ કરનાર અગ્રણી થવું એ બહુ મુશ્કેલ હોય છે.
૧૮૮૫ની સાલમાં મુંબઈમાં મહાસભાની પહેલી બેઠક મળી. બંગાળના વ્યોમેશચંદ્ર બેનરજી એના પહેલા પ્રમુખ હતા. સુરેન્દ્રનાથ બેનરજી, બઠુદ્દીન તૈયબજી તથા ફિરોજશાહ મહેતા એ તે શરૂઆતના જમાનાના બીજ આગેવાન પુરુષ હતા. પરંતુ દાદાભાઈ નવરોજી એ બધામાં સર્વોપરી હતા. તે હિંદના દાદા” બન્યા તથા હિંદના ધ્યેય તરીકે “સ્વરાજ' શબ્દની તેમણે પહેલવહેલી ઘોષણું કરી. બીજી એક વ્યક્તિના નામને પણ હું ઉલ્લેખ કરીશ કેમકે મહાસભાના આરંભકાળના આગેવાનેમાંથી એકલા તે જ આજે હયાત છે તથા તેમને તે સારી પેઠે પિછાને છે. એ વ્યક્તિ તે પંડિત મદનમોહન માલવીય. હિંદનું ધ્યેય-પ્રાપ્ત કરવાને ખાતર પચાસ કરતાંયે વધારે વરસો સુધી તેમણે પરિશ્રમ કર્યો છે અને ઘડપણ તથા ચિંતાઓને કારણે જર્જરિત થઈ ગયા હોવા છતાં પોતાની તરુણ અવસ્થામાં સેવેલા સ્વપ્નની સિદ્ધિને અર્થે હજી આજે પણ તેઓ ઝૂઝી રહ્યા છે.
આમ મહાસભા પ્રતિવર્ષ આગળ ને આગળ વધતી તથા ઉત્તરોત્તર બળવાન બનતી ગઈ. આરંભ કાળની હિંદુ રાષ્ટ્રીયતાની પેઠે તેની અપીલ સંકુચિત નહોતી. આમ છતાંયે પ્રધાનપણે તે હિંદુ સંસ્થા હતી. કેટલાક આગેવાન મુસલમાને એમાં જોડાયા તેમ જ એના પ્રમુખ પણ બન્યા. પરંતુ મુસલમાન લેકસમુદાય તેનાથી અળગો રહ્યો. સર સૈયદ અહમદખાન એ સમયના મહાન મુસલમાન નેતા હતા. તેમણે જોયું કે કેળવણીના અને ખાસ કરીને આધુનિક કેળવણીના અભાવથી મુસલમાનોને ભારે હાનિ થઈ છે અને તેઓ પછાત પડ્યા છે. આથી તેમને લાગ્યું કે રાજકારણમાં માથું મારવા પહેલાં
તેમણે મુસલમાનોને આ આધુનિક કેળવણી લેવાને તથા તેના ઉપર બધું લક્ષ . કેન્દ્રિત કરવાને સમજાવવા જોઈએ. આથી તેમણે મુસલમાનોને મહાસભાથી
રહેવાની સલાહ આપી તથા સરકાર સાથે સહકાર કર્યો અને