Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૭૪૨
જગતના ઇતિહાસનું રેખાદર્શન
અને તેમની યાતનાઓનું હૃદયદ્રાવક વર્ણન કરવામાં આવ્યું છે. આ ગળીની ખેતીના બગીચાઓ વિષે હું આગળ તને થાડુ કહી ગયા છું.
દરમિયાન હિંદી મૂડીનું પ્રભુત્વ પણ વધતું ગયું અને તે પોતાની પ્રવૃત્તિ માટે વધારે ને વધારે મોકળાશની માગણી કરવા લાગી. આખરે ૧૮૮૫ની સાલમાં નવા પેદા થયેલા મધ્યમ વર્ગનાં આ બધાં વિવિધ તત્ત્વાએ પેાતાના ધ્યેયની હિમાયત કરવાને માટે પોતાની એક સંસ્થા શરૂ કરવાના સંકલ્પ કર્યાં. આ રીતે ૧૮૮૫ની સાલમાં હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કરવામાં આવી. તું તેમ જ હિંદનાં બધાં ખાળા સારી રીતે જાણે છે કે, એ સંસ્થા હમણાં થોડાં વરસાથી એક મહાન અને બળવાન સસ્થા બની ગઈ છે. આમ જનતાના હિતની લડત તેણે ઉપાડી'લીધી અને કંઇક અ ંશે તે તેની ભેરુ બની. તેણે દિમાંની બ્રિટિશ હુકૂમતના ખુદ પાયા સામે પડકાર કર્યાં અને તેની વિરુદ્ધ માટી મેાટી સામુદાયિક ચળવળા ચલાવી. તેણે સ્વાતંત્ર્યના વાવટા કાવ્યા અને મુક્તિને માટે તે વીરતાથી ઝૂઝી, તથા આજે પણ તે એ લડત ચલાવી રહી છે. પણ આ બધા તા પાછળના સમયના ઇતિહાસ છે. જ્યારે તેની સ્થાપના કરવામાં આવી ત્યારે તે રાષ્ટ્રીય મહાસભા અતિશય નરમ વિચારની અને ડરી ડરીને પગલું ભરનારી સંસ્થા હતી. અંગ્રેજો પ્રત્યે તે પોતાની વફાદારી દર્શાવતી હતી તથા તેમની પાસે બહુ જ વિનયપૂર્ણાંક નજીવા સુધારાઓની યાચના કરતી હતી. તે શ્રીમંત મધ્યમવર્ગની ( ખૂઝવા) પ્રતિનિધિ હતી; સાધારણ સ્થિતિના મધ્યમ વર્ગને સુધ્ધાં તેમાં સ્થાન ન હતું. આમજનતાને — ખેડૂતા અને મજૂરોને તે એની સાથે લવલેશ સંબંધ નહાતા. પ્રધાનપણે તે અંગ્રેજી કેળવણી પામેલા વર્ગાની સંસ્થા હતી અને તે પોતાની કાર્યવાહી આપણી સાવકી ભાષા દ્વારા અંગ્રેજી દ્વારા — ચલાવતી. એની માગણી એ જમીનદારો, મૂડીદારો અને નાકરી ખેાળતા કેળવાયેલા એકારાની માગણી હતી. આમજનતાને પીસી રહેલી ગરીબાઈ અથવા તો આમજનતાની જરૂરિયાતા પરત્વે નિહ જેવું જ લક્ષ આપવામાં આવતું. સરકારી નાકરીનું ' હિંદીકરણ ’ કરવાની એટલે કે સરકારી નોકરીમાં અંગ્રેજોને બદલે હિંદીઓનું પ્રમાણ વધારવાની માગણી તે કરતી હતી. તેણે એ ન જોયું કે પ્રજાનું શેષણ કરી રહેલું સરકારી તંત્ર એ હિંદનું અનિષ્ટ હતું અને એ તંત્રને કબજો વિદેશી પાસે હોય કે હિંદીઓ પાસે એથી એમાં 'લવલેશ ફેર પડે એમ નહોતું. મહાસભાની બીજી રિયાદ એ હતી કે બ્રિટિશ અમલદારે લશ્કરી તથા મુલકી ખાતાંઓમાં લખલૂટ ખર્ચ કરે છે તથા સાનું અને ચાંદી હિંદમાંથી ઈંગ્લેંડ ધસડાઈ જાય છે.
આર્ભમાં રાષ્ટ્રીય મહાસભા કેટલા બધા નરમ વલણવાળી સંસ્થા હતી એ દર્શાવવામાં હું તેની હાંસી કરી રહ્યો છું અથવા તેનું મહત્ત્વ ઓછું