Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
હિંદનું પુનરુત્થાન
૭૪૧ અસ્પૃશ્ય ખેતીની મજૂરી કરનાર દાસ વર્ગના લોકો રહ્યા છે અને તેમને જમીનના માલિક બનવા દેવામાં આવ્યા નથી. અસ્પૃશ્યોની બીજી પણ અનેક પ્રતિકૂળતાઓ છે.
જો કે એકંદરે આખું હિંદ તેમ જ આમજનતા દિવસે દિવસે ગરીબ થતી ગઈ પરંતુ આ નવા મધ્યમ વર્ગના મૂઠીભર લેકે કંઈક અંશે આબાદ થયા; કેમકે દેશના શેષણમાં તેમણે ભાગ પડાવ્યા છે. વકીલે તેમ જ બીજા એવા ધંધાદારી લેકે અને વેપારીઓએ થોડેઘણે અંશે પૈસો એકઠો કર્યો. તેના વ્યાજમાંથી આવક થાય એટલા માટે તેઓ એ નાણાંનું રોકાણ કરવા માગતા હતા. એમાંના કેટલાકે એ ગરીબ બની ગયેલા જમીનદાર પાસેથી જમીન ખરીદી અને આમ પિતે જમીનદાર બન્યા. ઇંગ્લંડના ઉદ્યોગોની આશ્ચર્યકારક સમૃદ્ધિ નિહાળીને બીજા કેટલાક હિંદના કારખાનાંઓમાં પિતાના પૈસાનું રોકાણ કરવા પ્રેરાયા. એથી કરીને હિંદની મૂડી આ પ્રચંડ યંત્રવાળાં કારખાનાંઓમાં રોકાઈ અને હિંદમાં ઔદ્યોગિક મૂડીદારને વર્ગ ઊભું થવા લાગ્યો. આની શરૂઆત ૫૦ વરસ પૂર્વે ૧૮૮૦ની સાલ પછી થઈ.
આ મૂડીદાર મધ્યમવર્ગ વધતો ગયો તેમ તેમ તેની ભૂખ પણ વધતી ગઈ. એ વર્ગના લેકે આગળ વધવા માગતા હતા, તેમને વધારે પૈસા કમાવા હતા, સરકારી નોકરીમાં તેમને વધારે જગ્યાએ જોઈતી હતી અને નવાં કારખાનાંઓ ઊભાં કરવા માટે વધારે સગવડ અને અનુકૂળતા મેળવવી હતી. અંગ્રેજો તેમના માર્ગમાં હરેક રીતે વિધ્ર કરતા જણાયા. સરકારી નોકરીમાં બધી મેટી મોટી જગ્યાઓને તેમણે ઇજા લઈ લીધું હતું અને ઉદ્યોગો તો અંગ્રેજોના ફાયદાને ખાતર જ ચલાવવામાં આવતા હતા. આથી તેમણે એની સામે ચળવળ શરૂ કરી અને નવી રાષ્ટ્રીય ચળવળનો એ રીતે આરંભ થયે. ૧૮૫૭ને વિપ્લવ થયો અને તેને કૂરપણે કચરી નાખવામાં આવ્યો ત્યાર પછી લેકે એટલા બધા દબાઈ ગયા અને હિંમત હારી બેઠા કે તેઓ કઈ પણ આંદોલન કે પ્રબળ ચળવળ કરી શકે એમ નહોતું. તેમનાંમાં ફરીથી ચેતન આવતાં બહુ વરસ લાગ્યાં.
પરંતુ થોડા જ વખતમાં દેશમાં રાષ્ટ્રીય વિચારોનો ફેલાવો થવા લાગ્યો અને બંગાળે એમાં આગેવાની લીધી. બંગાળીમાં નવાં પુસ્તકો બહાર પડવા લાગ્યાં અને તેમણે બંગાળી ભાષા તેમ જ રાષ્ટ્રવાદના વિકાસમાં ભારે ફાળો આપે. બંકિમચઢે લખેલા “આનંદમઠ' નામના એક આવા જ પુસ્તકમાં વંદે માતરમ'નું આપણું સુપ્રસિદ્ધ રાષ્ટ્રગીત આવે છે. “નીલદર્પણ” નામના એક બંગાળી નાટકે ભારે ખળભળાટ મચાવ્યો હતો. એમાં બગીચાપદ્ધતિથી ચાલતી ગળીની ખેતીમાં બંગાળના ખેડૂતોને વેઠવી પડતી હાડમારીઓ