Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૭૩૯
હિંદનું પુનરુત્થાન , પિતાની ભાવવાહી વાણુમાં રાષ્ટ્રીયતાના મંત્રને પ્રચાર કર્યો. તેમને એ રાષ્ટ્રીયતાનો પ્રચાર કોઈ પણ રીતે મુસલમાન વિધી અથવા બીજા કેઈન પણ વિરોધી નહે. તેમ જ તે આર્યસમાજના જેવી કંઈક સંકુચિત રાષ્ટ્રીયતા પણ નહોતી. આમ છતાંયે વિવેકાનંદની રાષ્ટ્રીયતા એ હિંદુ રાષ્ટ્રીયતા હતી અને તેનાં મૂળ હિંદુ ધર્મ તથા હિંદુ સંસ્કૃતિમાં રહેલાં હતાં.
આમ એક વસ્તુ ખાસ લક્ષમાં રાખવા જેવી છે કે, ૧૯મી સદીમાં આવેલી રાષ્ટ્રીયતાની આરંભની ભરતીઓનું સ્વરૂપ ધાર્મિક અને હિંદુ હતું. મુસલમાને સ્વાભાવિક રીતે જ આ હિંદુ રાષ્ટ્રીયતામાં કશે ભાગ લઈ શકે એમ નહોતું. તેઓ એનાથી અળગા રહ્યા. અંગ્રેજી કેળવણીથી પણ તેઓ અળગા રહ્યા હોવાથી નવા વિચારોની તેમના ઉપર અસર થવા પામી નહોતી. પરિણામે તેમનામાં બૌદ્ધિક સંભ પણ બહુ ઓછા થયો. ઘણું દશકાઓ પછી તેઓ પોતાના કવચની બહાર નીકળવા લાગ્યા અને ત્યારે હિંદુઓની પેઠે તેમની રાષ્ટ્રીયતાએ મુસ્લિમ રાષ્ટ્રીયતાનું સ્વરૂપ ધારણ કર્યું. એ રાષ્ટ્રીયતા પ્રેરણા માટે ઈસ્લામી પરંપરા અને સંસ્કૃતિ તરફ નજર કરતી હતી અને હિંદુ બહુમતીને કારણે એ બંને વસ્તુઓ ગુમાવી બેસવાનો તેને ભય લાગતું હતું. પરંતુ આ મુસ્લિમ ચળવળ બહુ પાછળથી એટલે કે ૧૯મી સદીની છેક છેવટમાં પ્રક્ટ થઈ
બીજી એક લક્ષમાં રાખવા જેવી બાબત એ છે કે, સુધારાની અને પ્રગતિવાદી આ હિંદુ તથા મુસ્લિમ ચળવળેએ પિતપતાના પુરાણું ધાર્મિક ખ્યાલે અને રૂઢિઓને બની શકે ત્યાં સુધી પશ્ચિમના દેશ પાસેથી મેળવેલા નવા વૈજ્ઞાનિક અને રાજકીય વિચારે સાથે મેળ બેસાડવા પ્રયાસ કર્યો. તેઓ આ પુરાણું ખ્યાલ અને રૂઢિઓને નિર્ભયતાથી સામનો કરવા કે તેમને કસી જેવા તૈયાર નહોતા. તેમ જ વિજ્ઞાનની નવી નવી શોધે તથા તેમની આસપાસ ઊભી થયેલી નવા સામાજિક અને રાજકીય વિચારની દુનિયાની પણ તેઓ ઉપેક્ષા કરી શકે એમ નહોતું. એથી કરીને બધા આધુનિક વિચારનાં મૂળ પિતાનાં પુરાણું ધર્મપુસ્તકમાં છે એમ દર્શાવવાનો પ્રયાસ કરીને તેમણે એ બંનેને મેળ બેસાડવાનો પ્રયત્ન આદર્યો. પરંતુ એ પ્રયાસ નિષ્ફળ નીવડ્યા વિના રહે એમ નહોતું. એણે તે માત્ર લેકેને નિર્ભયપણે વિચાર કરતા રોક્યા. દુનિયામાં પરિવર્તન કરી રહેલાં નવાં બળો અને વિચારને સમજવાને તથા નિર્ભયતાથી વિચાર કરવાને બદલે તેઓ પુરાણી રૂઢિ તથા પરંપરાના બેજા નીચે પીડાતા હતા. સામે દૃષ્ટિ રાખીને આગળ કૂચ કરવાને બદલે ચુપકીદીથી આખો વખત તેઓ પાછળ નજર કર્યા કરતા હતા. જો કોઈ હમેશાં પોતાનું માથું પીઠ તરફ ફેરવેલું રાખે અને પાછળ જોયા કરે છે તેનાથી સહેલાઈથી આગળ વધતું નથી. એ રીતે તે તે ઠકરાઈ પડવાને અને તેની ગરદન દુખી જવાની !