Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
ઉ9.
* હિંદનું પુનરુત્થાન ગયે, તથા તેની સમાજવ્યવસ્થા ચેતન અને શક્તિ ખોઈ બેઠી અને કુંઠિત બની ગઈ. આ પરિસ્થિતિમાં હિંદને હાડમારી વેઠવી પડે એમાં કશું આશ્ચર્ય નથી. અંગ્રેજો તેના એ દુઃખના કારણરૂપ બન્યા. જે એ લેકે અહીં ન આવ્યા હોત તો કદાચ કોઈ બીજી પ્રજા એમના જે ભાગ ભજવત.
પરંતુ અંગ્રેજોને લીધે હિંદને એક ભારે ફાયદો થયો છે એની ના પાડી શકાય એમ નથી. તેમના નવા અને ચેતનવંતા જીવનના આઘાતથી હિંદુસ્તાન હચમચી ઊઠયું અને પરિણામે અહીં રાજકીય એકતા અને રાષ્ટ્રીયતાની ભાવના જન્મી. આ આચકે કષ્ટદાયી હતું એ ખરું, પરંતુ આપણા પુરાણ દેશ અને પ્રજાને કાયાકલ્પ કરીને તેને ફરીથી તરૂણ બનાવવા માટે એની જરૂર હતી. કારકુને પેદા કરવાના ઇરાદાથી આપવામાં આવતી અંગ્રેજી કેળવણીએ પણ હિંદીઓને પશ્ચિમના આધુનિક વિચારોનો પરિચય કરાવ્યું. આ અંગ્રેજી કેળવણું પામેલાઓનો એક નવો વર્ગ શરૂ થવા લાગ્યું. આ વર્ગની સંખ્યા બહુ અલ્પ હતી અને આમજનતાથી તે સાવ અળગે પડી ગયો હતે. આમ છતાંયે ભવિષ્યમાં નવી રાષ્ટ્રીય હિલચાલમાં તે આગળ પડતે ભાગ લેવાનો હતો. આ વર્ગ આરંભમાં ઇંગ્લંડ તથા અંગ્રેજ પ્રજાના સ્વાતંત્ર્ય સંબંધી વિચારેને ભારે પ્રશંસક હતો. એ સમયે ઇંગ્લંડના લેકે સ્વાતંત્ર્ય અને લેકશાસનની બાબતમાં બહુ વાત કરતા હતા. પણ એ તે બધી ગોળ ગોળ વાત હતી. અને હિંદમાં ઈંગ્લેંડ પિતાના લાભને ખાતર આપખુદ અમલ ચલાવી રહ્યું હતું. પરંતુ
અતિશય શ્રદ્ધાપૂર્વક એવી આશા સેવવામાં આવતી હતી કે યોગ્ય સમયે ઇંગ્લેંડ હિંદને સ્વતંત્રતા આપી દેશે.
પાશ્ચાત્ય વિચારોએ હિંદ ઉપર કરેલા આઘાતની થોડે અંશે હિંદુ ધર્મ ઉપર પણ અસર થવા પામી. આમજનતા તો એનાથી અસ્કૃષ્ટ જ રહી અને હું તને આગળ કહી ગયો છું તેમ, અંગ્રેજ સરકારની નીતિએ ધર્મજડ લેકને સક્રિય ઉત્તેજન આપ્યું. પરંતુ સરકારી કરે તથા ધંધાદારી લેકોનો જે નવ વર્ગ પેદા થયો તેને એની અસર થવા પામી. ૧૯મી સદીના આરંભમાં પશ્ચિમની ઢબે હિંદુ ધર્મમાં સુધારો કરવાનો પ્રયાસ બંગાળમાં થયો. બેશક, ભૂતકાળમાં હિંદુસ્તાનમાં અસંખ્ય સુધારક થઈ ગયા છે અને આ પત્રમાં તેમાંના કેટલાકને મેં અવારનવાર ઉલ્લેખ પણ કર્યો છે. પરંતુ આ ન પ્રયાસ ચોક્કસપણે ખ્રિસ્તી ધર્મ અને પાશ્ચાત્ય વિચારોની અસરને પરિણામે થયું હતું. આ પ્રયાસ કરનાર રાજા રામમોહનરાય હતા. તે એક મહાપુરુષ અને ભારે વિદ્વાન હતા. સતી થવાનો ચાલ બંધ કરવાના સંબંધમાં આપણે તેમના નામને આગળ પરિચય કર્યો હતે. તે. સંસ્કૃત, અરબી અને બીજી ઘણી ભાષાઓ સારી રીતે જાણતા હતા અને ભિન્નભિન્ન ધર્મોને તેમણે કાળજીપૂર્વક અભ્યાસ કર્યો હતે. ધાર્મિક ક્રિયાકાંડ, પૂજા અને એવી બીજી