Book Title: Jagatna Itihasnu Rekha Darshan Part 02
Author(s): Jawaharlal Nehru, Manibhai B Desai
Publisher: Navjivan Prakashan Mandir
View full book text
________________
૭૩૬ . જગતના ઇતિહાસનું રેખાદર્શન આકર્ષાયા નહોતા. એથી કરીને આ કારકુનની સરકારી નોકરીની હરીફાઈમાં તેઓ પાછળ રહી ગયા. પાછળના વખતમાં આ તેમની એક ફરિયાદ થઈ પડી.
બીજી એક ધ્યાનમાં લેવા જેવી હકીકત એ છે કે, જ્યારે સરકારે કેળવણીને આરંભ કર્યો ત્યારે પણ કન્યાઓ પ્રત્યે એ બાબતમાં સંપૂર્ણ દુર્લક્ષ રાખવામાં આવ્યું. આમાં આશ્ચર્ય પામવા જેવું કશું નથી. કેળવણીને પ્રબંધ કારકને પેદા કરવા માટે કરવામાં આવ્યું હતું અને તેમને પુરુષ કારકુનની જરૂર હતી; અને તે સમયની જરીપુરાણી સામાજિક રૂઢિઓને કારણે પુરુષ કારકુનો જ મળી શકે એમ હતું. એથી કરીને બાલિકાઓ પ્રત્યે સંપૂર્ણ બેદરકારી રાખવામાં આવી અને બહુ જ લાંબા સમય બાદ એ દિશામાં થેડી શરૂઆત કરવામાં આવી.
૧૧૩. હિંદનું પુનરુત્થાન
૭ ડિસેમ્બર, ૧૯૩૨ હિંદમાં બ્રિટિશ અમલને દઢીભૂત કરવામાં આવ્યા તે વિષે તથા જે નીતિએ આપણી પ્રજાને ગરીબાઈ અને દુઃખમાં ડુબાડી દીધી તે વિષે હું તને કહી ગયો છું. એથી દેશમાં શાંતિ જરૂર સ્થપાઈ તેમ જ વ્યવસ્થિત રાજ્યતંત્ર પણ સ્થપાયું અને મેગલ સામ્રાજ્ય પડી ભાગ્યા પછી દેશમાં જે અવ્યવસ્થા અને અંધેર પ્રવત્યુ હતું તેને મુકાબલે એ બંને વસ્તુ વધાવી લેવા જેવી હતી. ચેરડાકુ તથા લૂંટારાઓની સંગતિ ટેળીઓને દબાવી દેવામાં આવી. પરંતુ આ નવા આધિપત્યના બેજા નીચે પિસાતા, ખેતરમાં તેમ જ કારખાનાંઓમાં કામ કરતા મજૂરોને એ શાંતિ અને વ્યવસ્થા કશા ખપની નહોતી. પણ મારે તને ફરીથી યાદ આપવું જોઈએ કે એને માટે કોઈ દેશ અથવા તેની પ્રજા – ઈગ્લેંડ અથવા અંગ્રેજો – ઉપર ક્રોધ કરવો એ નરી બેવકૂફી છે. આપણી પેઠે જ તેઓ પણ સંજાગેને વશ થયા છે. ઈતિહાસના આપણા અભ્યાસે આપણને દર્શાવ્યું છે કે જીવનપ્રવાહ ઘણી વાર ક્રર અને નઠેર થાય છે. એને માટે ઉત્તેજિત થવું અને કેવળ બીજા લેકે ઉપર દોષારોપણ કરવું એ મૂર્ખાઈ છે અને એથી કશે અર્થ સરત નથી, ગરીબાઈ, દુઃખ અને શેષણનાં કારણો સમજવા પ્રયાસ કરે અને તેનું નિવારણ કરવાને મથવું એ એના કરતાં વધારે ડહાપણભર્યું છે. જે આપણે એમ કરવામાં નિષ્ફળ નીવડીએ અને ઘટનાઓની કૂચની પાછળ પડી જઈએ તે પછી એનાં બૂરાં પરિણામો ભોગવ્યા વિના આપણે છૂટકો નથી. હિંદુસ્તાન એ રીતે પાછળ પડી ગયું હતું. તેનામાં જડતા આવી ગઈ તેને સમાજ જરીપુરાણી પરંપરામાં નિષ્ટ થઈ