________________
પ્રવચન ૯૭ મું
[ ૨૩
સોલીસીટરને વચમાં નાખ્યા સિવાય જેટલું બેલે લખો તે બધું તમને ભવિષ્યમાં ગરદન મારનાર થાય છે. માટે એક જ વાત જે શાસ્ત્રકારોએ કહી છે તે કુમતિઓની છાયામાં પણ ઉભા ન રહો. આટલા વરસ સુધી વીતરાગનાં દર્શન કર્યા, તમારા આત્માએ શું મેળવ્યું? આ એક જ સવાલમાં તે તેરાપંથીઓએ તમારી વરસોની પરિણતિમાં પૂળે મેલી સળગાવી દીધી. મિથ્યાત્વીને એક પણ શબ્દ સંસારતારક ગુરુ સેલીસીટરની હાજરી વગર સાંભળે તે આખો કેસ મરી જાય, માટે મિથ્યાત્વીને એક પણ શબ્દ ખાનગીમાં અગર જાહેર રીતે સાંભળવા ન જોઈએ. પ્રશ્ન–સોલીસીટરની હાજરી માત્રથી સવાલ-જવાબમાં ઉતરાય કે નહિં? જવાબ–સેલીસીટરના પાસા સેવવા માત્રથી ઓફીસીયલ સહી થાય નહિ.
ઉપશમ સંવર વિવેક એ ત્રણ પદ સાંભળનાર ચોર, હિંસક, બેવકૂફ એવા કંગાળ મનુષ્ય પણ કલ્યાણ કર્યું તે વાત તમે માને છે કે નહિં ? ચિલાતીપુત્ર કઈ દશાને ? ચિર-ઘાતકી, પિતાને માલિકની પુત્રીનું માથું કાપ્યું છે. સાધુને કહે છે કે સંભળાવ. નહીંતર આ તારી દશા. સાંભળવે છે ધર્મ ને બોલે છે શું ? વિશ્વાસઘાતી એટલા જ માટે કે પોતે જેને ત્યાં ઉછર્યો છે તેને ત્યાં ધાડ પાડી છે. આ નિમકહરામ, બેવકૂફ, નિર્દય એ ત્રણ પદ સાંભળી આત્મભાવમાં ઠરી ગયે અને આત્માનું કલ્યાણ કર્યું. આ વાંચતાં ઉપરની વાત વિચારતાં કેટલા વરસ ગાળ્યાં ? ઉપશમ વિવેક સંવર ભરેલા આ શાસ્ત્રોમાં કેટલા વરસ વાંચતાં ગાળ્યા છતાં તમે મૂર્તિ ન માનનારા ફાવ્યા નહિં માટે શું આ તમારા શાસ્ત્રો દરીયામાં નાંખી દેવા? જે જીવને કર્મને ક્ષોપશમ થયો હોય તેને અપમાં કામ થાય. જો કે આ છે તે કામ કરનાર, થોડીવારે કામ ન કરે તો કઈકને લાંબી મુદતે કામ કરે. અત્યંત મહેનતના પરિણામે કલ્યાણ કરે. તેથી શાસ્ત્ર કલ્યાણ કરનાર નથી એમ કહી શકાય નહિં. શય્યભવ સરખા હિંસક યજ્ઞમાં હતા તેમને પ્રતિમા દેખવા માત્રથી પ્રતિબંધ શ. અમે સેંકડો-હજારો વખત દર્શન કર્યા હજુ કલ્યાણ ન થયું