________________
પ્રવચન ૧૧૦ મું.
[ ૧૭૫
વ્યાજ? એક સમયમાં બાંધેલા કર્મ ૭૦ કડાકોડ સાગરોપમ સુધી ભોગવવું પડે. કર્મની કઠોર કેદમાં તીર્થંકર મહારાજને જીવ પણ ન છટકી શકે. એક સમય બાંધ્યું તે ૭૦ કેડા કેડ સુધી ભોગવવું પડે છે. કેરટના કાયદાની ચુંગાલમાંથી જાય પણ કર્મના કેયડાની કઠીનતામાંથી કદાપિ ન છૂટી જાય. એક સમય ઝેર ખાવ તો જિંદગીના કેટલા સમય મરી જાવ. તીર્થકરના ભવમાં નિરૂપક્રમ આયુષ્ય એટલે જ બચ્યા. જ્યાં ગંગામાં હોડીમાં બેસે છે ત્યાં વાસુદેવના ભવમાં વિદારેલે સિંહને જીવ જે દેવતા થયા છે, તે હેડી ડૂબાડી ભગવાનને મારી નાખવા ધારે છે. કામની આસક્તિ વખતે કરેલા કર્મો ધરમ વખતે પણ કેવા આડે આવે છે તે વિચારજે. ધરમ કરતાં ધાડ યાદ લાવીએ છીએ, પણ કરમ કરતાં કાળો બન્યા હતા તે યાદ લાવીશ? જગતના ઉદ્ધાર માટે નીકળેલા મહાવીર એવાની હેડી, ડૂબાડવામાં આવે, મહાવીર ગંગા ઉતરે, જેને જગતના તમામ આત્માના ઉદ્ધારની ભાવના, તેવાને પાણીમાં ડૂબાડી મારી નાખવા છે. આવી ધારણાવાળા દેવ ભગવાન ભલે જ્ઞાનવાળા પવિત્ર હોય પણ અત્યારે નિરાધાર જિંદગીમાં. તે વખતે આધાર કેણ? કઈ નહિં. કંબલ સંબલ દેવે તેમને કેણ કહેવા ગયું હતું. તે પહેલા ભવના મનુષ્ય કે મહાવીરના સંબંધી પણ નથી. તમારા વ્યવહારની બહાર એવા બળદ છે. બળદેમાંથી થએલા દેવતા, તેમાં પણ તાજાં ઉપજેલા, તે ત્યાં ઉપગથી આવે છે ને હોડી બચાવી દે છે. આપણે વિચારીએ છીએ કે ઘરડાં બુઢ્ઢાને ધરમ કરવાનું નથી સૂઝતું તે આ છોકરાને શી રીતે સૂછ્યું. પલ્યોપમ સાગરેપમવાળા પહેલાંના દેવતાને ન સૂછ્યું તે તત્કાલ ઉપજેલા એવા કેબલ-શંબલને સૂઝયું. શેલડી ચાવી હોય પછી કુતરાને કુચા નાખવો પડે તેમાં મનુ
ને તેટલો આંચકો નહીં આવે, તેવી રીતે કંબલ-સંબલ જાનવરના ભવના તેમાંથી દેવતા થએલાને તત્કાળ દેવતાઈ સુખને લાત મારીને જવું તે કઈ સ્થિતિએ નીકળ્યા હશે ? જાનવર સરખો ભવ, તેમાંથી દેવતાઈ ભવ, તેને પણ લાત મારવી, તે વખત તે લાત જ મારવાની છે. નવા મળેલાં સુખને લાત મારી તે પણ શાને માટે? મહાવીર મહારાજના બચાવ માટે. આનું નામ તે ભવિતવ્યતા. નથી મહાવીરે કહ્યું