________________
૧૯૦ ]
શ્રી આગમ દ્વારક-પ્રવચન-શ્રેણી
સુખમાં જવા માટે ધર્મ એક ઘોડે, કારણ—હજુ ધમની કિંમત મગજમાં વસી નથી, વિષયે કિંમતી લાગવાથી ધર્મથી પણ મેળવવા શું માંગ્યું? વિષે. જેનાથી જે મેળવવા માગીએ તેથી મેળવવા લાયક ચીજ કિંમતી ગણવી પડે. ધર્મથી દુનિયાદારીના વિષયે મેળવવા લાગ્યા. આ ભવને વેપાર વિષયે મેળવવા માટે હતે. ધર્મને વેપાર પણ વિષયે મેળવવા માટે જ કર્યો. વધારે કાલાંતરે મેળવવાનું રાખ્યું. આ લેકના કામથી તત્કાળ છેડે લાભ મેળવાય. પૌગલિક ઇચ્છાએ ધર્મ કરવા કરતાં આ લેકને કર્મ
કરનાર વધારે સારે. પદ્ગલિક ઈરછાએ ધર્મ કરવા કરતાં આ લેકની ઈચ્છાએ કમ કરનારે સારો ગણાય. આ લેકને પ્રયત્ન કરનાર અલ્પ વિષયે મેળવે એટલે એને બંધન ઘણું જ ઓછું. ધર્મ કરી વિષયે મેળવે તેને સાગરેપમ-પાપમના સુખ. વિષયે મળે તે એલામાંથી ચૂલામાં પડ્યો. કે બીજું કંઈ? અહીં ધન માટે વેપાર કર્યો. પાંચ પચીસ હજાર આવ્યા કે પાંચ લાખ આવ્યા તેટલું જ બંધન. ધર્મ કર્યો ને દેવલેક ગયે તેની જઘન્ય ઋદ્ધિ કેટલી? અનલ તિય ભક સરખા દેવતા ધારે તે ગામેગામનાં નિધાન એકઠાં કરે. તીર્થકરને જન્માદિ પ્રસંગે દાટેલાં, રસ્તામાં, ચોકમાં કે નગર-નિગમમાં દરેક જગાએ રહેલા નિધાને લાવી લાવીને અહીં એકઠાં કરે છે. તત્વ એ છે કે-નાનામાં નાને દેવતા હોય તેની પાસે પણ ઋદ્ધિને પાર નથી. અહીં પચાસ લાખનું બંધન હતું, ત્યાં અબજોનું બંધન. તે એલામાંથી ચૂલામાં ગયે કે બીજું કંઈ? ત્યાં બબે હજાર વરસ તે એક નાટકમાં નીકળી જાય. . અહીં ક્ષણિક વખત સુખ ભગવતે તે સ્ત્રીઓને અંગે-પાંચ ઇદ્રિના વિષને અંગે, દેવતાને તે વિદ્યમાન ત્રાદ્ધિ, દેવાંગનાઓ પણ વિદ્યમાન, ક્રિય લબ્ધિથી સ્વયં વિકુવે. અહીં કરતાં ત્યાં વધારે સમૃદ્ધિ તેથી પણ વધારે બંધન છે. દેવતાઓ વિદ્યમાન ન મળે તે કૃત્રિમ ઉભું કરે. વૈક્રિય-શક્તિવાળા છે. આઠ દેવીઓ હોય ને અઢાર જોઈએ તે લબ્ધિથી કરી લે. દેવતાને એટલી હદ સુધીની તાકાત છે કે આખા જબૂદ્વીપને વેકિયદેવેથી ભરી દે. વિદ્યમાનથી વધારે ફસાવાનું છે.