________________
-પ્રવચન ૧૧૭ મું
[ ૨૪૭ કામ કરી રહી છે. ત્યાં નાગર સેવાની રકાબી હાથમાં લઈ સેવા કરવા માટે નીકળ્યો. રસ્તા વચ્ચે ચંડાલણી કામ કરતી હતી, તેને નાગર કહ્યું, રાખ પેલીએ સાંભળ્યું નહિં. બીજી વખત કહ્યું, ત્રીજી વખત કહ્યું, પણ તેથી સમજવામાં ન આવ્યું. તેથી પગમાંથી પાવડી કાઢીને ઠેકી. ચંડાલણીને કેડમાં વાગી, પણ ચંડાલણ છતાં સમજદાર હતી, તેથી ચંડાલણુએ વાળવાનું મેલી દીધું ને સીધો નાગરને પકડ્યો. તું તે મારો ધણી છે. ત્યાં લોક ભેગું થયું ને છોડી દેવાનું કહ્યું. ચંડાલણી કહે છે કે-મારાં ધણીને કેમ છોડુ? છેડ! છેડ! તારો ધણી શી રીતે ? આ બધી પંચાત ગામને રાજા ઝરૂખામાં બેસીને જેતે હતો. કજીયે વધેલું જોઈ રાજાએ બન્નેને બેલાવ્યા. રાજાએ કહ્યું કે છોડ, ચંડાલણ કહે આપ હુકમ કરે તે કબૂલ છે, પણ તમે મારા ધણીને છેડા તે યુક્ત નથી. રાજા કહે છે કે તે નાગર છે, તે ચંડાલણ છે. શી રીતે તારે ધણ? ચંડાલણએ બધી વાત ખુલાસાથી કરી અને કહ્યું કે, ભલે એણે ત્રણ વખત રાખ રાખ કહ્યું, મને એ બાબતને ખ્યાલ ન હતો, પણ પાવડી કયારે મારી? એના પેટમાં ચંડાળ પેઠે ત્યારે કે નહિં? એ ચંડાળે આ કામ કરાવ્યું. એ તે સારું થયું કે, કમ૨માં વાગી, પણ કસ્થાને વાગી હોત તો મરી જાત. મરે તે પણ દરકાર નહિં. એ કઈ જાતિનું કામ. બ્રાહ્મણ વાણીયાનું એ કામ હોય? મારે તે મારું ધાર્યું કરવું એ કઈ જાતિનું કામ. એ તે ચંડાળની જાતિનું કામ. એવા ચંડાળના પ્રવેશથી મને મારી તે ચંડાળ તે મારે ઘણું કે બીજે કઈ? આપણે કથામાં સાંભળીએ છીએ, તેથી કેધને ચંડાળ ગણવા તૈયાર થઈએ છીએ, પણ બધે હથીયાર બાંધી ફરવું અને શત્રુ સામે દેખાય એટલે હથીઆર ખાડામાં નાખવા. એ બાંધવાથી લાભ શું? શત્રુ ન દેખાય એટલે હથીયાર લઈ ફરવું. શત્રુ દેખાય એટલે હથીઆરને ખાડામાં નાખવા. જેના વચને ત્યાગી થયે તેને મારવા કેમ તૈયાર થયો?
કે ખરાબમાં ખરાબ ચીજ છે એમ કબૂલ રાખ્યા વગર કોઈ નહીં રહે. દુર્ગતિને વિચાર કયાં સુધી? કે કાકા દેખાય નહીં ત્યાં સુધી. કેધ આવી રીતે રખડાવનારે છે એ માને છે જ કેશુ? દરેક