________________
૨૫૪]
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી.
જમીન કેવું? જીવ એ જમીન. જીવરૂપી જમીનમાં એ અભવ્ય રૂપી ઉખરપણું હોય તે તે ઉખર જમીનમાં વરસેલે ૧૨૫ ઈંચ વરસાદ કામ કરી શકે નહિ. ઉત્કૃષ્ટી ક્રિયા ધર્મની થઈ. નવ ગ્રેવેયકને લાયકની, કષાયના અભાવવાળી કિયા, આ બધું હોવા છતાં ઉખર જમીન હેવાથી નકામી ગણી. જે છો ભવ્ય છતાં પણ જેમાં બીજ વવાયું નથી, માત્ર વરસાદ વરસે તેવાએ કરેલી ક્રિયા માત્ર પદગલિક સુખ આપી દે, પરંતુ અનાજ તે તેમાં પણ થાય નહિં. જે ખેતરની જમીન રસાલ બીજ વવાએલું છે, બરાબર વરસાદ વરસ્યો છે, તેમાં અનાજ નિપજે છે, તે તે પક્ષપાત ગણાય નહિં. જે ભવ્ય જે હય, જેમાં બીજ વવાએલું હોય અને ક્રિયા રૂપી વરસાદ વરસેલો હોય તેમાં મોક્ષરૂપી ફળ નિપજે, તેમાં પક્ષપાત કહેવાય નહિ. આગળ ઉંડા ઉતશે તે મેક્ષમાં શું મેળવવાનું છે? મોક્ષમાં અનંત જ્ઞાન, દર્શન, વીતરાગપણું અનંત વીયસુખ આ વસ્તુ મેળવવાની છે. તે જેણે વાવ્યું ન હોય તો કયાંથી ઉગે? જેને ઘઉં મેળવવા છે, પણ ઘઉને દાણ વા નથી, પછી ઉગે કેવી રીતે? તેવી જ રીતે અહીં જે મનુષ્ય ધર્મ પામતા આત્માનું અનંત જ્ઞાન, દર્શન, વય, સુખ, વીતરાગપણે એ વિચારમાં લીધું નથી, જેમણે ધર્મ કરતી વખતે આત્માનું મુખ્ય સ્વરૂપ ખ્યાલમાં લીધું નથી, તેમને અનંત જ્ઞાનાદિ બને કેવી રીતે? જેને સમ્યકૃત્વ પામતી વખતે આત્માનું સ્વરૂપ જાણ્યું નથી, તે પ્રગટ કરવાનું મન થાય કયાંથી? જેવા તમે નવતત્વ માને છે તેવા મિથ્યાત્વી પણ ન ત માને છે. શૈવ, વૈષ્ણવ વિગેરે ધ્યાનમાં લે. જીવ નહિં માનનારા કયા ધર્મવાળા, ફક્ત નાસ્તિક સિવાય તમામ ધર્મવાળા જીવ માનનારા છે. જડને માનનારા કેણ નથી? બધા શે, વૈષ્ણવે દરેક જડ પદાર્થ માનનારા છે. જીવ-જીવને દરેક માને છે. પુન્ય ને પાપ બને માને છે. તે તેનાં આવવાના કારણે ન માને તેમ બની શકે નહિં. તેથી પુન્ય અને પાપના કારણોને પણ માને છે. તે કારણ કહે તો. શબ્દમાં ભલે ભેદ રહે, પણ તત્ત્વમાં ભેદ રહેતો નથી. આશ્રવ નામનું તત્ત્વ તે માને જ છે તે પછી પુન્ય પાપ તો ચોકખા જ માને છે તે તે લાગવું કેણ નથી માનતે? બધા માને છે.