________________
પ્રવચન ૧૨૨ મું
[ ૨૯૭
સંઘયણની બરોબરી કરાવવા માટે છેવટહુ સંઘયણ લે તે બેલનારા કેવા ગણવા? જેઓના માથે ચક્કર મેલાય અને ઢીંચણ જેટલા જમીનમાં ઉતરી જાય, છતાં ખેપરીમાં કંઈ પણ ન થાય તેવા ઉપસર્ગ સહન કરે. કરા પડ્યામાં જેના માથા તૂટી જાય, પથરા ઈટાલાની વાત દૂર રહી. આવા નિર્બળ સંઘયણવાળાને અંગે સરખાવટ મેલવવા જાવ તે મારગની અપેક્ષા રાખવાવાળા કહે કે-તૈયાર છું, લાવ કેવળજ્ઞાન. વરની ભુવા થવા તૈયાર ને ડાયચા દેતા મેં મરડે છે. આ વાત સીધી રીતે કહી. હવે દુનીયાની રીતિએ કહીએ. ચેથા કરતાં પાંચમા આરાના સાધુ અપેક્ષાએ ઉત્કૃષ્ટતમ છે
ચોથા આરાના સાધુ કરતાં પાંચમાં આરાના સાધુના એક અપેક્ષાએ ઉત્કૃષ્ટતમ છે, જે બજારમાં માલની તરત કીંમત આવે છે. કુટુંબને નિભાવ ચાલે છે તેમાં વેપાર કરવા જાય તેમાં નવાઈ નથી. પણ જેમાં માલ વેચાતા નથી છતાં માલ ભરી રાખવું પડે તે કાળજું કેવું જોઈએ. ચોથે આરે શહેરી બજાર હતું, જેમાં માલ આવ્યો ને ઉપડ્યો છે. તે વખત તીર્થકર કેવળી મન:પર્યવ અવધિજ્ઞાની લધિવાળા દરેક તે વખતે હતા. તે વખતે શહેરી બજાર હતો. લગીર ગામડામાં જઈ ઝવેરાત વેચી આવે તે વખતે માલમ પડશે. ગામડામાં ઝવેરાત કણ ભે? જેની છાતીએ પૂરેપૂરી તાકાત હોય તે ગામડામાં ઝવેરાત ખરીદે. પાંચમાં આરામાં બજાર બેસી ગયો છે, કેવળ માલ ભરી રાખ. વાને છે. એકે ઘરાક નથી દેખાતું, કઈ કેવળજ્ઞાની-અવધિજ્ઞાની કે લબ્ધિવાળા નથી. પહેલાં તે શાલીભદ્ર જન્મે કે તરત ગભદ્ર પટી મોકલે તો દેવલેક માન્યા વગર છૂટકો નહિં, તે સંબંધને બજાર પણ તેજ હતો. અહીં નથી વાયદાના સાદામાં તેજ, આવી દશા છે. પર ભવના ફળે સાક્ષાત બતાવી દે. આવી રીતે લુલા, લંગડા, બહેરા થાય, આંધળો હોય. મેંના આકાર ન હોય એવા આકારને માણસ ન હોય. તરત કેવલીએ કહી દીધું કે મૃગારાણીએ ભોંયરામાં રાખેલ છોકરે જુઓ. પહેલાનાં ભવના પડછાઓ, તિર્યંચના પડછાઓ આમિક રિદ્ધિના ફળો અનુભવાતા હતા, દેખાતા હતા તે તે શહેરી બજાર હતા. આ તે સહરાનું રણ, તેની દુકાનમાં કશું ન વેચાય. બીજે જાય ત્યારે નાણું