________________
૩૫ર ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
લીધું. એક પિતાના બાળ શિષ્યને સ્મશાનમાં મારી નાખે તે વાતને કયા રૂપે જણાવે છે. તેમનાથજી કહે છે કે, એમણે એમનું કામ સાધી લીધું. સમતાને સદ્ભાવ કેટલે ? આવી જગો પર વીતરાગપણું ન માનો તે તમે જાવ કયાં? વીતરાગ સિવાય આ વાક્ય નીકળી શકે જ નહિં.. બીજા સરાગ હોવાથી રાગની ઝળકી આવ્યા વગર રહે જ નહિં. દીવામાં પિતામાં રંગ નથી પણ જે કાચને રંગ હોય તે જ રંગો દીપકની.
તમાં ચાલુ હોય. સમ્યક્ત્વ રાગ-દ્વેષ સ્વભાવવાળું નથી, પણ વીતરાગ ન થએલો હોય ત્યાં સુધી તેની છાયા તેમાં પડ્યા વગર રહે જ નહિં. જ્યાં કાચ વગરનો દીવો છે. એ દીવાની તમાં કૃત્રિમ રંગ. હાય જ નહિં. તેવી રીતે તેમનાથજી વીતરાગ છે. સરાગદશા ન હોવાથી, તેમના વચનમાં રાગની છાયા હોય જ નહિં. આવે જુલમગાર પ્રસંગ છતાં પણ વીતરાગપણે જેને લીધે લગીર પણ છાયા રાગવાળી નથી. ત્યારે કૃષ્ણ પૂછે છે કે, એ કોણ? કેવી રીતે સાધ્યું. બધી હકીકત જણાવી. આવી રીતે કાળ કરી ગયા. એ માણસ કેણ એમ પ્રશ્ન કરે છે ત્યારે તેમનાથજીએ કહ્યું કે, એ મનુષ્ય તે એને મેક્ષમાં સહાય કરી. વિતરાગતાની સ્થિતિ વિચારે. કઈ જગો પર ઉપસર્ગ કરનારને, દ્વેષથી બાળી નાખનારને, નીચતા કરનારને પણ વિતરાગ કાર્ય દશા પર ધ્યાન રાખી એમ કહી શકે કે-એણે તેના કાર્યમાં મદદ કરી. હું કયા મુદ્દાથી વાત કહું છું. વીતરાગપણામાં કઈ છાયામાં હોય? આવા પ્રશ્ન વખતે આ કહેવું કે-આ સહાય કરનાર ન આવ્યા હતા તે તે મોક્ષ કાર્ય સાધી ન શકત. પેલા ઘરડાની માફક તારી મદદ મળી તો આખો ઢગલો સહેલાઈથી ફરી ગયે. તેથી અંતર મુહૂર્તમાં મોક્ષ મેળવી લીધે. જ્યાં પેલે પૂછે છે ત્યાં પણ એમ કહીએ તે ચાલે કે ગુના તરફ દષ્ટિ ન કરતાં ફાયદા તરફ દષ્ટિ કરી. સાધુના ઉપસર્ગ સમયે સમકિતીથી રહેવાય કે સહેવાય નહિં.
વિતરાગ પ્રભુ આ દષ્ટિવાળા રહી શકે, પણ સમકિતવાળાથી રહેવાય નહિ કે સહેવાય નહિં. તે માટે પ્રશ્ન કરે છે કે-એ માણસ કોણ? હવે બે વસ્તુ છે કે-કાં તે એ થાય છે કે જાણતા નથી, કેવળજ્ઞાન, ખોટું છે. કાં તે જાણતા હોય તે કેમ નથી કહેતા, તે મારનાર ઉપર