Book Title: Agamoddharak Pravachan Shreni 096 to 129
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 380
________________ પ્રવચન ૧૨૯ મું [ ૩૬૫ છતાં ચારિત્રની મર્યાદામાં જરૂર વર્તવું પડે. કેવલજ્ઞાની કૂર્મપુત્ર છ મહિના ઘરમાં કેમ રહ્યા? તે કૂર્મપુત્ર છ મહિના ઘરમાં કેમ રહ્યા ? બને કબૂલ પણ એક વાત. પણ એમને કેવળી ગયા કેણે? શા ઉપરથી? એ જ વખત ચારણમુનિ અને ઈંદ્ર મંદીર સ્વામી પાસે દેશના સાંભળે છે ને પૂછયું કે ભારતમાં કઈ કેવળી ચક્રવર્તી છે ? ના ભરતમાં કઈ કેવળી નથી, ચકવતી નથી, પહેલાં સીધી ના પાડી. ભારતમાં કઈ કેવળી તીર્થકર કે ચક્રવર્તી નથી, પણ ગૃહસ્થપણે કમપુત્ર આવી રીતે રહ્યા છે. આ વદતે વ્યાઘાન ખરે કે નહિં? નથી કહીને પણ ગૃહસ્થપણામાં કેવળી છે, શો અર્થ થયો ? ગૃહસ્થપણામાં હોવાથી તે કેવળીના હિસાબમાં નથી. નહિંતર ના કહ્યું તે જૂ ડું કરે અને ગૃહસ્થપણાના વિશેષણની જરૂર ન હતી, માટે તેને વ્યવહારમાં કેવળી ગણ્યા નથી. એથી ઇંદ્ર ત્યાં આવ્યા છતાં વંદના કરી નહિં, તો ઇંદ્ર આશાતના કરી કેમ ? ઉભા રહ્યા હતે તો વાત જુદી હતી, પણ ભરત મહારાજને મેઢે સંભલાવ્યું કે–તમે સાધુપણું ત્યાં તે વંદના કરૂં. સાધુપણું લીધા સિવાઅને વ્યવહાર શાસન સમજનાર કોઈ દિવસ પણ કરી શકે નહિ. તેથી ભરતને વંદન ન કર્યું. કુર્મા પુત્રને કેવળી ન ગણ્યા. કારણ કે જેનશાસનનો નિયમ તો વેશ પહેરે પછી વંદન કરવાને છે. આરિસાભુવનમાં ભારતને કેવલજ્ઞાન ભરત ચક્રવતીને આરીસાભુવનમાં કેવળજ્ઞાન થયું હતું. તેની કથા આ પ્રમાણે છે. આદીશ્વર ભગવાનના મુખ્ય પુત્ર ભરત અને બાહુબલી હતા. જ્યારે આદીશ્વર ભગવાને દીક્ષા લીધી ત્યારે તેમના ૯ પુત્રને બોલાવી સહુને રાજ્ય વહેંચી આપ્યું હતું. તેમાં ભક્ત ખંડનું રાજ્ય ભરતને આપેલ હતું. તેઓ ચકવર્તી હતા, તેથી તેમણે છ ખંડને સાધ્યા હતા. કારણ છ ખંડ સાથે તે જ ચકવાત કહેવાય. તે સિવાયના બીજ રાજાઓને ચકવતી રાજા ન કહેવાય. ત્રણ ખંડ સાધે તે વાસુદેવ કહે વાય ને તેથી ઉતરતા માંડલિક વિગેરે રાજા કહેવાય છે. તે અમુક એક ભાગનું રાજ્ય ધરાવનાર હોય છે. આથી ચક્રવર્તીને છ ખંડ સાધવા પડે છે. સાત ખંડ કેઈ ચક્રવર્તી સાધવા જતું નથી. એ જ નિયમ

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388