Book Title: Agamoddharak Pravachan Shreni 096 to 129
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 384
________________ પ્રવચન ૧ર૯ મું, { ૩૬૯ જ્ઞાનદીપક પ્રગટ થાય છે કે પછી તેને વર્ગ, એય ને ઉપરાંત અધે લોકમાં થનારું કાંઈ પણ છાનું ન રહે. તેવા ત્રણે કાળને જાણનારા તેમણે આ રસ્તે ફરસના દેખી હોય તે રસ્તે પ્રવર્તે, પણ વ્યવહારની અપેક્ષાએ આપણે અને સીમંધર સ્વામીએ કેવળી ન ગણ્યા. તે કેવળી વ્યવહારમાં લેવા લાયક નહીં. અપવાદ કાયદા પછી હોય, તેથી કરીને જ સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર ત્રણેની ઉત્પત્તિ અહિંસા સંજમ ને તપ ઉપર. તેના ઉપર વધવું–ટકવું અને સંપૂર્ણ દશા આવ્યા છતાં પણ અહિંસાદિ ઉપર જ વર્તન છે. તેથી લીલાવાદને તમારે વિરોધ છે. નહીંતર તમારે ને લીલાવાદને વિરોધ નથી. સંપૂર્ણ થયા પછી પણ એ અહિંસાદિ હોવા જ જોઈએ. સંપૂર્ણ થએલો અગ્નિ વાયરાના આધારે જ ટકે, તેવી રીતે સંપૂર્ણ થએલે પણ અહિંસાદિથી જ ટકે, તે સહકારી છે, મૂળરૂપ નથી. મૂળરૂપ કાષ્ઠમાં વધવાનું-ટકવાનું વાયરાનું રૂપ જુદું છે. તેમ અહીં સમ્યકર્શન, જ્ઞાન, ચારિત્ર એ તેને જ આધારે ઉત્પન્ન થવાના, વધવાના, ટકવાના છતાં એ બાહ્ય પ્રવૃત્તિ સ્વરૂપ છે. મણિનો ઉદ્યોત વાયરાની દરકાર રાખતું નથી. જ્યાં આત્મા પુગલ સંગે રહિત થાય, તે વખતે અહિંસા, સંજમને તપની એકની દરકાર રહેતી નથી. આત્મામાં સ્વાભાવિક સ્વરૂપે પ્રગટ થયું હોય ત્યાં અહિંસાદિકની જરૂર નથી. પણ મણિમાં જરૂર નથી એમ ગણ અગ્નિમાં વાયરાની જરૂર નથી-એમ માની લે તે થયેલો અગ્નિ ઓલવાઈ જાય. તેમ જ્યાં સુધી શરીરાદિ છે, ત્યાં સુધી આત્માને પણ બાહા આલ. બનની છેવટ સુધી જરૂર છે. હવે એ કેમ પ્રગટ થાય તે વિગેરે અધિકાર અગ્રે વર્તમાન ૯૬ થી ૧૨૯ = ૩૪ પ્રવચનરૂપ આગામે દ્ધારક પ્રવચન શ્રેણને ત્રીજો વિભાગ પૂણ થયો.

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388