Book Title: Agamoddharak Pravachan Shreni 096 to 129
Author(s): Anandsagarsuri, Hemsagarsuri
Publisher: Anand Hem Granthmala

View full book text
Previous | Next

Page 382
________________ પ્રવચન ૧૨૯ સું [ ૩૬૦ નમાં ખૂંચી ગયા છે, પછી ખાહુબલીજી મારવા મુષ્ઠિ ઉગામે છે. ફેર વિચાર આવે છે કે-અરે માટાભાઈ સામે મુષ્ઠિ ઉપાડવી તે વ્યાજખી ન ગણાય. વળી ઉપાડેલ મુષ્ઠિ ખાલી પણ કેમ જાય. તરતજ તે મુષ્ટિથી પાંચમુષ્ઠિ લેાચ કરે છે ને ીક્ષા અંગીકાર કરે છે. એવી રીતે ભરત સઘળા ખંડ સાધીને આવ્યા છે. ચકરને પણ આયુધશાલામાં પ્રવેશ કર્યાં છે. પછી પાતે નીતિથી રાજ્યનું પાલન કરે છે. તેમ કરતાં કરતાં એક દિવસ પાતે આરીસાભુવનમાં બેઠેલા છે. તેવામાં ટચલી આંગળીમાં પહેરેલી એક વીંટી નીકળી જાય છે, તેથી તે આંગળી નિસ્તેજ દેખાય છે, ત્યારે ભરત ચક્રવર્તી ભાવનાએ ચઢે છે કે અહો ! આ શરીરની શાભા કૃત્રિમ જ છે. પર પુદ્ગલથી જ તે શૈાલી રહ્યું છે. વસ્તુતઃ તા તે અનિત્ય છે. એમ શરીર ઉપર પહેરેલા દરેક દાગીના ઉતારી નાખે છે, તેા શરીર તદ્ન નિસ્તેજ દેખાય છે. ત્યારે ભાવનાએ ચઢે છે કે અહી આ શરીર વિનશ્વર છે. એક વખત નાશ પામવાનું જ છે, તેના ઉપર જે મમત્વભાવ રાખવા તે તે કેવળ અજ્ઞાન જ છે, એમ અનિત્યભાવના -ભાવતા ભરત-ચક્રવર્તીને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે વખતે ઇંદ્રનુ આસન ડોલાયમાન થાય છે. ઇંદ્ર મહારાજ આવે છે ને કહે છે કે આ વેષ પહેરા પછી વંદન કરૂ.... એવી રીતે કદાચ ગૃહસ્થાવાસમાં કોઇકને કેવળજ્ઞાન થાય ખરૂ પણ વંદન વ્યવહાર તા સાધુ વેષને જ છે. વેષની પ્રાધાન્યતા રાખી છે. ગુણ્ણા આવ્યા છતાં પણ વેષમાં આવ્યા ન હોય ત્યાં સુધી વંદન કરવાના વ્યવહાર નથી. આ વેષ વગર ગુણે! પૂજા પામતા નથી. તેવી જ રીતે કુમાંપુત્ર ઘરખારી છતાં કેવળજ્ઞાન પામ્યા પણ તેમને પણ ઇંદ્રે આવીને એમજ કહ્યું કે વેષ પહેરી પછી વંદન કરૂં. આ જૈનશાસનના કાયા વિચારણીય છે. તેનાથી વેષને નિંદનારાઓને માલુમ પડશે કે વેષની કેટલી કિંમત છે. કારણ કે ભગવતના વેષ એ ભગવંતની મુદ્રા ખરાખર છે. તેની નિંદા તે ભગવાનની આશાતના કર્યો અાખર છે. તેને બહુ જ પાપ અધાય છે. આજના સુધારકા વેષનુ શું કામ છે-એમ કહે પણ તેએએ વિચારવાનું છે કે-તમે કદાચ ગમે તેટલા ભણેલા ગણેલા વિદ્વાન હશેા, પણ શાસનના કાર્યોંમાં વેષ પ્રાધાન્ય

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388