________________
પ્રવચન ૧૨૮ મું
[ ૩૫૫
ખાણ કરવા. આથી દયા-અહિંસા એક નથી. દયા સમ્યકત્વના ઘરની, અહિંસા એ વ્રતના ઘરની, તેથી સૂક્ષમ એકેન્દ્રિય હિંસા ન કરતા હોવા છતાં તે અહિંસક નથી.
અહિંસા કહ્યા પછી સંજમની શી જરૂર?
અહિંસા કહી પછી સંજમની જરૂર શી? તપની જરૂર શી? ચારિત્ર જ્ઞાન અને સમ્યકત્વ ન કહેતાં ચારિત્ર ધર્મને ધર્મ ગયે. અને સમ્ય કત્વ જ્ઞાન બે પ્રવૃત્તિ રૂપ છે જ નહિં. તે બે માન્યતા રૂપ અને પ્રકાશ રૂપ છે, માટે અહીં અહિંસામાં બધું આવ્યું, તો સંજમ તપ શા માટે કહ્યું. પહેલી અહિંસા પછી સંજમ પછી તપ આ અનુક્રમ શા માટે?
પ્રશ્ન-દેવતાને નમસ્કાર શા માટે કર જોઈએ ?
ઉત્તર–એમને નમસ્કાર ચારિત્રમાં, શાસનમાં મદદગાર થાય તે અપેક્ષાએ, દેવતાની અપેક્ષાએ નહિ.
અહિંસા બસ હતું, પહેલી અહીંસા કેમ કહી? તેમાં સંજમ વગરની હિંસાની વિરતિ કેવળચંદ્રને લાવવાના મારશે. ચંદ્રને દેખે છે-રત્નમય છે, ઠંડે છે પણ કોઈ લાવ્યું? કેમ નહિં, નથી ગમતો ? છતાં એકજ કારણ—લાવવાનો ઉપાય નથી. વગર ઉપાયે સાધ્ય બતાવવું તે ચંદ્રમા દેખાડવા જેવું છે. માટે અહિંસાની જોડે સંજમ કહે પડયા. અહિંસાનું રક્ષણ સંજમની પ્રવૃત્તિમાં છે. સંજમની પ્રવૃત્તિ એજ અહિંસા રક્ષણને ઉપાય છે. નહિંતર અહિંસા આકાશને ચાંદ છે. એટલા માટે જ સંજમ કર્યા સિવાયનું ચારિત્ર માન્યું નહિં. તિર્યંચો અનશન કરતાં સર્વથા પ્રાણાતિપાત વિગેરેના પચ્ચખાણ કરે છે, તે અહિંસા આવી, તેને ચારિત્ર માન્યું નહિ. એક જ કારણુ-અહિંસા આવ્યા છતાં સંજમ ન આવે તે ચારિત્ર ગણાય નહિં. તમારા કરે. મિતે–તેમાં ખુલાસો થશે કે-“કરેમિ ભંતે.” એક પ્રતિજ્ઞા સમજજે. “સાવજ જે જોગ પચખામિ” બીજી પ્રતિજ્ઞા. સર્વ સાવદ્ય યોગને ત્યાગ કર્યા છતાં સમ્યગદર્શનાદિની પ્રતિજ્ઞા-પ્રવૃત્તિ ન કરે તે ચારિત્ર નથી. બીજી વાત કે અહિંસાને કથંચિત્ બાધ થાય તે થવા દેજે, પણ સંયમને બાધ થવા દેશે નહિં. એને કદી સંઘર્ષણ થયું તે અહિં. સાના ભોગે પણ સંજમનું રક્ષણ કરવું, પણ સંજમના ભેગે અહિં.