________________
૨૦ |
શ્રી આગમોદ્ધારક-પ્રવચન-શ્રેણી
ચીજોને તત્ત્વ તરીકે ન સમજે તેને તમે બાળક કહો. જ્ઞાનીઓએ આત્માના સ્વરૂપને તવ દેખું-માન્યું અને અનુભવ્યું, છતાં તે તત્ત્વ તરફ જે છે ન આવે તે બધાને બાળક કહે તેમાં નવાઈ શી? નાના બચ્ચાંઓ ધૂળના બંગલા કરે છે, વિચારો એ જમીન કોની કે જેની ઉપર બંગલે બનાવ્યા. તે જમીન પારકી, રેત પારકી, પતે તે માત્ર બનાવીને રાજી થાય છે. જે જમીન ઉપર એક છોકરે બંગલે બનાવવા બેઠે ત્યાં બીજો બનાવવા આવે તે લડે ઝકડે. બે ત્રણ કલાક સુધી આવી રમતો. કરે. ખાવાને વખત થયે એટલે ઘેરે જાય. લુગડાં મેલા, શરીર બગાડેલું એટલે માબાપ મારે, વળી લેશન ન થયું એટલે મેતાજી ઠેકે. શું રમતમાં મેળવ્યું? તેવી જ રીતે જ્ઞાનીએ આખા જગતને બાળક ગણે છે. તમે જે જગાને અંગે લડે છે તે પિતે પિતાની જાહેર ખબર આપે છે કે મારે માલીક થશે એ જશે. “જાયગા” માલીક થશે તે જશે, પણ હું જવાની નથી. આવું જગ્યાનું નામથી જાહેર સ્વરૂપ છતાં ચાર આંગળ જમીન માટે કેવા લડીએ છીએ. જેમ છોકરા સાથે બેસનારા સગાભાઈ હોય છતાં બંગલા વખતે લડી મરે છે. તેવી રીતે આપણે પણ તેને ત્રણ કલાકની રમત, આપણે જિંદગીની રમત. જિંદગી પૂરી થઈ એટલે જગ્યા કેણ લઈ ગયું. મકાન કુટુંબ કોણ લઈ ગયું? છોકરાના રમકડાને તેડી નાખીએ તે છેક રૂએ. આપણું રમકડા કોઈ તેડી નાખે તે આપણે પણ રૂઈએ. છોકરાને રમકડા મોટી ઊંમરે. કામ લાગવાના નથી, આપણને બીજા ભવમાં શું કામ લાગવાનું? છતાં આપણને આ જ તત્વ રૂપ લાગે છે. આપણે આત્માને કરમથી. ભારે કર્યો ને દુર્ગતિનાં દુઃખે તૈયાર કર્યા. જે મનુષ્યભવ મેક્ષની નિસરણી હતી. બીજા કોઈ પણ ભવથી મોક્ષ મેળવી શકો જ નહિ. સર્વાર્થ સિદ્ધ બાર જોજન છેટું છે અને સિદ્ધશીલાને બાર જોજન છેટુ. લેકને. છેડો નજીક છે, તે પણ તે સર્વાર્થસિદ્ધવાળે જીવ મોક્ષને પામી શકે નહિં. તે કેવળ મનુષ્ય શરીરવાળે જ પામી શકે.
મનુષ્યો જ કેમ મેસે જાય? મનુષ્ય જ ઉપદેશ દેનારા તેથી મનુષ્ય મનુષ્ય શરીરની અધિકતા. | ગણે. નહીંતર તે જ શરીરે મેક્ષ મળે, બીજાથી ન મળે તેનું કારણ?