________________
પ્રવચન ૧૨૭ મું
[ ૩૩૭
=
છે તેમાં ફક્ત ચૌદ રાજલોકનું સ્વરૂપ વિચારવાનું તે શું? આમાં વિચારવાનું એ કે-ચૌદ રાજલોકમાં વાળના અગ્ર ભાગ જેટલે-ખુણા જેટલા કઈ ભાગ બાકી નથી. શા માટે ? “કસ્થ કાયા બા સરવે નવા અનંતશો” જ્યાં અનંતી વખત એ છે જન્મ પામ્યા ન હોય અને મર્યા ન હોય, આ વાત નક્કી કરી કે દરેક જીવ દરેક સંજોગોમાં અનંતી વખત આવી ગયે, જ્યારે દરેક જીવ દરેક સંજોગમાં આવી ગયે, તે. જીવને સ્વભાવ છે કે સંગને અનુસરે. શિક્ષણ અને સત્સંગ બેમાં અગ્રપદ કોને આપવું?
વાણીયાનું બચુ જન્યું હોય તેને ચાર વરસ વાઘરીને ત્યાં રાખો તે તેની ટેવ આવે. અરે વાઘરીના જન્મેલા છોકરાને તમારે ત્યાં રાખો, અરે અન્ય જાતિના નોકરો તમારા પરિચયમાં આવે છે, પછી ફલાણું નહિ ખાવું-પીવું તેમ કરે છે. એના કૂળમાં જ થએલે તેને ભાઈ તેમ નથી કરતા, સંજોગ જ નથી. આથી આપણે આ વસ્તુ જગતથી નકકી કરી છે કે જીવ સંજોગ પર જ આધાર રાખે છે. જે તેમાં ઊંડા ઉતરીએ તે સિદ્ધાંત કરે પડશે કે-સર્વની ઉપર સંગ સંસકાર માટે છે. બરોબર સાચી વસ્તુની દલીલથી સાબીત કરે છે. તેને લગીર ખરાબ સેબતમાં છ મહિના રાખો, આમાં કારણ કયું? એનું ભણતર, યુક્તિ ચાલી ગઈ નથી, બધું તૈયાર છે. દાખલા વિગેરેની શક્તિ છે છતાં સંયેગને આધીન વર્તન થાય છે. તે હવે માનવાને સબળ કારણ મળશે કે-જગતમાં લાખ સ્કુલે છે, કરોડે માસ્તરે, પુસ્તક છે. એકમાં
અનીતિ કરવી” એમ લખ્યું નથી કે કોઈ માસ્તરે શીખવી નથી. તે શીખવવા માટે એકેય નિશાળ નથી, તે જગતમાં અનીતિ કેમ રહી? એક જ કારણ કે-એ લાખ પુસ્તકસ્કુલે-માસ્તરે એ બધાની શિખામણ સંયોગની આગળ પાણી ભરી ગઈ. આ વાત ધ્યાનમાં લેશો એટલે શિક્ષણને અગ્રપદ દેવું કે સત્સંગને ? અગ્રપદ કેને દેવું? આજકાલ જેનશાળા જગ જગો પર ખુલે છે, પહેલાં એક પડિકમણું કરવું હોય તે કરનારને ખાળવો પડતો. અત્યારે ઉપરાઉપરી મળે, આદશા. આટલું જૈનશાળા દ્વારાએ શીક્ષણ વધ્યું પણ તેમાં ઊંડાણમાં ગેર ફાયદો માટે છે. શીક્ષણ દેવાવાળા એ વર્તનમાં મીંડાવાળા છે. વિદ્યાર્થીઓ શીખ્યા