________________
પ્રવચન ૧૨૭ મું
[ ૩૪૧
તૈયાર નથી. જબરાપણું પાણીમાં ડૂબી નિકળે ત્યાં, અગ્નિથી બચી ગયે તે જબરે કહીએ છીએ. હવે જખરાપણું કરવું છે? ના આવેલી આપત્તિ ટળી જાય. તેમાં જબરાપણું. ટળી જાય તેમાં અડચણ નથી પણ આપત્તિને નેતરું દેવા કેઈ સમજુ તૈયાર નથી. એવી રીતે વિરાગ્ય પામેલે રાગવાળામાં રહે તે પરીક્ષા કરૂં છું એમ કહેનાર મૂર્ખ શીરોમણું છે.
દેશે અને ગુણે સંસર્ગથી થાય છે. “રંગ રોષTળા મવતિ' દેશે પણ સોબતથી થાય છે અને ગુણો પણ સોબતને લીધે થાય છે. આ પ્રમાણે જીવ કયા સંસર્ગમાં આવ્યું નથી? અનંતી વખત સમકતવાળાના સંસર્ગમાં આવ્યા છે. દેશ-સર્વવિરતિના સંસર્ગમાં આવ્યો છે. તે વખત એજ શરૂ થયું કે તેથી સમ્યકત્વની દેશ-સર્વવિરતિની કરણી શરૂ થઈ. ત્યારે જ પહેલા વહેલું કહ્યું છે કે-ધમની કરણી પ્રાપ્ત થવી સહેલી છે, એ મુશકેલ નથી. કારણ આ જીવને રખડવાને ધંધે છે, રખડતા રખડતા અનંતી વખત સમ્યકત્વી દેશ-સર્વવિરતિવાળાના સંસર્ગમાં આ જીવ આવી જ જાય, તેથી સંસર્ગથી ગુણદોષ થાય છે જ, નહિંતર તે ટકે જ નહિં, જુગારીની ટોળીમાં રહેલે જુગાર શીખે જ, ન શીખે તે ત્યાં રહી શકે જ નહિં. તેવી રીતે જે અનંતી વખત આપણને સંસર્ગ મા તે કાં તે સંસર્ગ છોડવો પડે, કાં તે સમ્યકત્વની દેશ-સર્વવિરતિની કરણી કરવી પડે. દુધપાકમાં કડછ હજાર વખત ફરે છે પણ કીડી જેટલે પણ સ્વાદ કડછો લેતું નથી. સંસર્ગથી કિયા આવી જાય પણ ડહાપણ આવતું નથી. અક્કલ એ સંસર્ગથી આવતી નથી, તે પછી પરિણામ વસ્તુ કયાંથી આવે ? માટે જ ધર્મની કરણ આ જીવને મુશકેલ ન હતી, તે અનંતી વખત મળી છે-કરી છે પણ બધી સંસર્ગના પ્રતાપે, પણ સંસર્ગથી પરિણામની સુંદરતા આવતી નથી. ધમ કરવા છતાં પરિણામની સુંદરતા કેમ નથી આવતી?
પરિણામની સુંદરતા સંસર્ગથી ન આવે તે આત્માના ગુણે સંસગથી આવે જ શાના? એ સંસર્ગથી થતી ક્રિયામાં પરિણામો આત્માને કર્મબંધન કરાવનાર હતા. ધર્મીના સંસર્ગથી ધર્મ કરવા તૈયાર, તેમ દુનીયાના સંસર્ગથી વિષયો તરફ મન દેરાઈ જાય છે. ક્રિયા તમારી