________________
પ્રવચન ૧૨૭ મું
[ ૩૪૩
તમારામાં ને અમારામાં ફરક કર્યો? વાસુદેવ રાજા વિગેરે થવા માટે ધરમ કર, તમે ધરમ કરે તો દેવતાદિ ફલ થાય, તેમાં ફરક કર્યો ? બે વાક વગર ફરકના લાગશે. પણ પહેલાં દુનીયાનું દષ્ટાંત ધ્યાનમાં
? છોકરાને કહે કે પાસ થશે તો ઈનામ મળશે. એક ઈનામ માટે તું પાસ થા. આ બેમાં ફરક છે કે નહિં? કહે કે પાસ થઈશ તે ઈનામ મળશે તે આગળના અભ્યાસની લાઈન ખુલ્લી રહી. બીજામાં આગળ કંઈ ફળ નથી. ધરમનું ફળ દેવકાદિ કહેનારે મેક્ષ ખુલ્લો રાખે છે અને દેવલોક માટે આટલું ધર્મ કર એમ કહેનારે મોક્ષ બંધ કર્યો છે. લાંબું આયુષ્ય માટે બ્રહ્મચર્ય પાળે. સારા સંસથાન માટે ધર્મ પાળે, બ્રહ્મચર્યથી આ લાભ થાય તે બીજા વાકયમાં મિક્ષ ખુલ્લું છે. પહેલાનું વાકય મિથ્યાત્વનું છે. નકારથી શૂળી ટળે, સર્પની ફુલમાળા થાય, પણ શૂળી ટાળવા માટે નકાર ગણ, કુલની માળા કરવા માટે નોકાર ગણુ. ઉપદેશક એક શબ્દ ચૂકે તો કયાં જાય? એકનો પાપને ઢગલો બંધ કર્યો ને જગતનો પાપનો ઢગલો એકઠે કર્યો. તેથી ઉસૂત્ર ભાષકને અનંત સંસાર. આ જ કારણથી ઉસૂત્ર વર્તન કરનારે પોતાનું બગાડયું, ઉસૂત્ર ભાષણ કરનારે જગત પણ બગાડયું. એવો ઉપદેશ ન કરે તે સાધુ ગણાય નહીં. એક શબ્દ ચુકવાનું પરિણામ કયાં આવે છે? એજ વાત અહીં ધ્યાનમાં લે. આ લેકનાં સુખ માટે ધર્મ કર એમ શાસ્ત્રકાર નહીં કહે, પણ ધર્મ કરનારને આ લેકના-પરલેકના સુખો મળે છે-એમ કહેશે. હંમેશાં એ દેવને પરમદેવ તરીકે માને છે.
સમકિતીને મિથ્યાવી ક્રિયા હોય? અમુક સંજોગમાં આવી જાય ને શ્રદ્ધામાં રહ્યો થકો જેમ સુદર્શન શેઠની સ્ત્રી સામાયિકાદિ કરનારી પણ સુદર્શનને માથે કલંક આવ્યું તે વખત દેવતા માટે કાઉસ્સગ્ન કર્યો. તે વખતે તેને અંગે કર્યું તેમાં અંદરથી સમજે છે કે આ રસ્તે જવું વ્યાજબી નથી, પણ સંજોગને આધીન હોવાથી લઈ જવું પડે છે, તેમાં મિથ્યાત્વ નથી. સંલેખનાના અતિચાર સાંભળ્યા છે. રૂઢો આ લોકની આશંસા-ધર્મના પ્રભાવે શેઠ શાહુકાર, પરલોકમાં દેવતાપણું, હું જીવું-મરૂં આ બધા આશંસાના દૂષણ ગણ્યા. દૂષણ ચેકસ તેથી કરવું જોઈએ તેમ નથી, એને