________________
૩૪૮ ]
શ્રી આગમાદ્વારક-પ્રવચન-શ્રેણી
સૂક્ષમની દશે વશાની અહિંસા માનવી જોઈએ. સૂક્ષમ છે હણાતા નથી તે તેને પચ્ચકખાણ કરવામાં અડચણ શી ? જેને પ્રસંગ નથી તેની હિંસાના પચ્ચક્ખાણ કરવામાં અડચણ શી? સ્કૂલની વિરતિ થઈ નથી તેને સૂક્ષ્મની વિરતિની વાત કરવી તે હંબગ છે. કેઈ દિવસે ખાવું નહીં, આવા પચ્ચકખાણ લે તે આપવા કે નહિં? કેમ નહિં. એવી રીતે મુસલમાન હોય તો કહે કે મારે અનાજ ખાવું નહિં. અરે! પચ્ચખાણ લે છે તે કેમ ન આપવા? દિવસની વિરતિને વખત આવે તે રાત્રિની વિરતિ પહેલી આવી જવી જોઈએ. અનાજ પહેલા માંસને વિરતિ પહેલી આવવી જ જોઈએ. રાત્રિભેજાની વિરતિ આવ્યા વગર દિવસની વિરતિની વાત કરવી તે કેવળ ધર્મને વિચ્છેદ. હાનિને રસ્તો છે. તમે સાધુઓ ૨૦ વસાના દયાળ કેમ? જ્યારે બાદર હિંસાથી વિરમ્યા ત્યારે સૂમથી વિરમવું એ અયોગ્ય ગણાય. માંસથી વિરમવું નથી અને અનાજના પચ્ચખાણ કરવા તેના જેવી ધર્મની જડ સમજણ વગરની વાત છે. સૂક્ષ્મ એકેન્દ્રિય કોઈ જીવને મારતા નથી અને કેઈથી મરતા નથી, તે ખરે અહિંસા ધર્મ સૂક્ષ્મ એકેન્દ્રિયમાં રહે છે, પણ તેને અહિંસા નથી માનતા. હિંસાની વિરતિને અહિંસા માનીએ છીએ. અહિંસાની વ્યાખ્યા કરી કે-હિંસા રૂપી આશ્રદ્વારના પચ્ચક્ખાણ કરવા તેનું નામ અહિંસા.
દયા અને અહિંસા બે જુદી ચીજ છે. દયા અહિંસાને અર્થ કરે છે, પણ દયા અહિંસા બે ચીજ જુદી છે. દુનિયાદારીએ બે એક જ છે, પણ ઊંડા ઉતરીએ તે દયા ચીજ જુદી છે. દયા એ સમ્યક્ત્વનું ચિહ્ન, સમ્યક્ત્વની કરણી. અહિંસા એ વ્રતની કરણી. સમ્યક્ત્વના પાંચ લક્ષણે સાંભળ્યા હશે, તેથી તેમાં નવાઈ લાગે જ નહિં. શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્તિક્યતા, આ પાંચ લક્ષણે જાહેર જ છે. અનુકંપા એટલે હવે દયા અને અહિંસા જુદા ન પડે તે વ્રત અને સમ્યક્ત્વને જુદા પાડવાનો વખત રહેશે નહિં. દયા સમ્યક્ત્વનું લક્ષણ, અહિંસા એ ચારિત્ર અથવા વ્રતનું લક્ષણ. આ વાત ધ્યાનમાં લેશે એટલે વ્રત વગરને જીવ તેને દયા કરવી એટલે સમ્યકત્વને અને ફરજ છે. હિંસાની વિરતિ વ્રતના સ્થાને છે અને