________________
પ્રવચન ૧૨૮ મું
[ ૩૪૭
જેમ કાઉસ્સગ્ગ ધ્યાને પિતાનું શરીર અમુક ટાઈમ સ્થિર રાખે, તેમ ૧દા સાગરોપમ એક પડખામાં નીકળી જાય. ૩૩ સાગરોપમ એના એ જ આકાશ પ્રદેશમાં રહેવું. એ દશાની સાથે કોઈ નહીં આવે. દેવી, ચાકર કશાની અપેક્ષા વગરના, તેથી વીતરાગ પ્રાયઃ માનીએ છીએ. એવાને પણ સમ્યગુદષ્ટિ ગણતરીમાં ગણતું નથી. નમસ્કાર કરવા લાયક ગણતું નથી. કોઈ દેવતા ઈન્દ્ર અય્યતંદ્ર ગ્રેવેયકના ઇંદ્ર યાવત્ અનુત્તરને નમસ્કાર લાયક ગણે નહિં. અહિંસા સંજમ તપમાં પ્રવતેલ હોય, તેને જ નમસ્કાર લાયક ગણે છે. અનુત્તર દેવો અને સૂક્ષ્મ એકેન્દ્રિયોને અહિંસક કેમ ન ગણ્યા?
અનુત્તર વિમાનના દેવતા કયા અસંજમમાં પ્રવર્યા છે? હિંસા ન કરે તેથી હિંસા નથી, અસંજમ ન કરે તે સંજમ નથી, ખાય નહીં તે તપ નથી, અહિંસા તે જ કે હિંસાના પચ્ચક્ખાણ કરવા, હિંસાના પચ્ચખાણ કરે તેનું નામ અહિંસા. અનુત્તરના દેવતા ભલે પ્રવૃત્તિ ન કરે. તેથી હિંસા ન થાય તે પણ તે હિંસાના પચ્ચકખાણવાળા નથી. હિંસા ન કરવી તેનું નામ અહિંસા લઈએ તે જગતમાં દયાળુ સૂક્ષમ એકેન્દ્રિય જીવ, તે કઈને મારતા નથી, એટલું જ નહિં, પણ પિતાની હિંસાનું પાપ કોઈના માથે જવા દેતા નથી. પોતે કોઈથી મરતા નથી એ જીવ કેવા ? સહેજે હાથ ચલાવીએ તો અહીં પણ નિગોદ ભરેલી છે. હવે ઠાંસીને ભરેલી આપણી કિયાથી હણાય કેમ નહિં? એનામાં તાકાત નથી તેથી બીજા છ ન હણાય, પણ આપણાથી કેમ ન હણાય? માટીના ઘડામાં ભરેલું પાણી ઘડો બંધ કર્યો, વરાળ બહાર નીકળી, ઘડાએ વરાળને રોધ કર્યો નહિં. દવાને પ્રકાશ વચ્ચે કાચ છતાં અજવાળાના પુદ્ગલને કાચ કઈ પ્રકારે ઉપઘાત કરે છે? અજવાળું કાચને ઉપઘાત કરે છે? કાચ અજવાળું પરસ્પર ઉપઘાત કઈને કરતાં નથી. કાચમાં છિદ્રો હોવાથી તેમાંથી તે છે ચાલ્યા જાય છે, તે સૂક્ષમ હણાય શી રીતે? સૂકમ જીથી બાદર હણાય શી રીતે ? તેથી સૂક્ષમ છે કોઈની હિંસા નથી કરતાં કે નથી હણતા. તે ખરી અહિંસા સૂકમ નિગોદમાં રહી. આ વાત લઈને દરદીને ટાઢું-ઉનું બને નુકશાન કરનાર થાય છે. તે શ્રાવકની