________________
૩૩૮ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
ખરા પણ જોડે પેલું પણ શીખ્યા. માસ્તર નવ વાગે રાતે ભણાવે. પગમાં બૂટ, મોંમાં બીડી, છોકરો ઈરિયાવહી શીખે, પણ વગર શીખવ્યું છે વસ્તુ શીખી જાય. જેડા પહેર્યા હોય તે પુસ્તક હાથમાં રાખવામાં અડચણ નથી. એવી રીતે અવિરતિ પાસે અથવા વર્તનનું મીંડું હોય તેવા પાસે છોકરા સૂત્ર શીખે અને જોડે આ પણ શીખે. સૂત્ર મહેનત કરી શીખવાના, જેડા પહેરવાના, બીડી ફેંકવાની, વગર મહેનતે સૂત્રમાં પરીક્ષા લેવાની, આમાં લેવી પડતી નથી. શીક્ષણ વધ્યું છતાં પરિણતિ વધવી જોઈએ તે વધતી નથી. તે જગે પર એકાસણા કરનાર હોય, ઘતી હોય તે અસર કઈ થાય? તેથી દેખીએ છીએ કે જ્યાં વ્રત પચ્ચ ખાણ ત્યાગ વૈરાગવાળા શિક્ષક હેય તે જગો પર ભણવા જનાર છે વર્તનમાં સુધરે છે. મહારાજે ભૂરકી નાખી એમ બેલે છે પણ કઈ ભૂરકી ? પોતે સારા વર્તનમાં રહે તે જ ભૂરકી. માસ્તરની ભૂરકી જેડા પહેરવા, બીડી પીવી, સાધુની ભૂરકી ત્યાગ વૈરાગ્યમાં પિતે રહે તેથી બીજાને અસર થાય તે જ ભૂરકી. રસ્તામાં સાધુ દેખો તો દેખીને ત્યાગ આવે કે કંદોઈની દુકાન યાદ આવે? તે ભૂરકી છે કે નહિ? વાસક્ષેપ એ ભૂરકી નથી, અથવા ભૂરકીને ડાભડો નથી, પણ તેને ત્યાગ એજ ભૂરકી. સદાચારવાળાને ત્યાં પંદર દહાડા જાવ તે તે વખત તમને કઈ અસર થાય છે? હું નથી કરી શકતે, એ ઉત્તમ સદાચારી છે, તે એ ભૂરકી પડી કેમ? સજજની ભૂરકી દેખાવમાં તૈયાર છે, તેને બહા. રથી લાવવી પડતી નથી. સજજની બતમાં આવનાર ભણવા કરતાં સંસ્કાર ઉત્તમ લે. એવાની બતવાળો ભણે પણ સંસ્કાર ઉત્તમ લઈ શકે નહિં. અંગ્રેજી કેળવણું ચોપડીમાં કઈ જગે પર નથી લખ્યું કેમાબાપની દરકાર કરશે નહિં. છતાં ત્રણ ચોપડીમાં તે માબાપને ગોઠે તેમ કહેતા વાર ન કરે. ત્રણ ચોપડીમાં કયા પાઠમાં બેઠે એમ લખ્યું છે? કયાંથી આવ્યું ? માસ્તર પાસેથી, જોડેના વિદ્યાર્થી પાસેથી. ચેપડી. માંથી નથી આવ્યું. સંસર્ગ કેટલે જબરજસ્ત ચીજ છે?
વૈરાગ્ય અને રાગ બે સાથે ન રહી શકે સાધુએ સંસર્ગ ઉત્તમ ખોળ. પાસથ્થા કુશીલીયા સાથે સાધુએ ન રહેવું. જેમણે બાયડી, છોકરા, કુટુંબ બધાને છોડી દીધા એટલું જ