________________
૩૩૬ ]
શ્રી આરામોદ્ધારક-પ્રવચન–શ્રેણી
ચીજ સમજે. આત્મામાં રહેલું સમ્યગદર્શનાદિ એ જ ધર્મ, આત્માની માલિકીનું–કબજાનું એના સદુપયેગાદિ કેમ થાય એ બાબતનું ધ્યાન હજુ આવ્યું નથી. દરકાર કિંમત ઉભી કરે છે. માટે ધર્મની કિંમતમાં આગળ કહી ગયા તે ઉપરથી માલ છેડે, ઉદ્યમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ–કેડ પૂરવ, જઘન્યમાં અંતમુહૂર્તા, ફળ સર્વ કાળનું. એ સર્વ કાળનું ફળ લોકોત્તર દષ્ટિએ વિચારવું. અનંત સુખ, વય, જ્ઞાન, દર્શન એ ફળ. કેમ ગણવું? એ ફળ તરીકે ગણતરી થશે ત્યારે તેના કારણભૂત ધર્મની. કિંમત થશે. ધર્મને ભોગ આપે છે તેને બદલે કેટલા મળે છે? દુનીયાદારીની સ્થિતિએ બદલો મળે તે લૌકિક ફળ, આત્મિક સ્થિતિએ. ફળ મળે તે લોકોત્તર ફળ. આ બે વિચારશે એટલે ધર્મની કિંમત, માલમ પડશે, ત્યારે જ કાળા મહેલના શ્રાવકો પિતામાં ઓછાશ કેમ ગણે છે, તેથી પિતાની નિંદા કરી અધમ ગણાવે છે-એ સમજશે. એટલે ધર્મના ભેદ વિગેરે સમજાશે. તે કેવી રીતે તેનું સ્વરૂપ અગ્રે વર્તમાન.
પ્રવચન ૧ર૭ મું. આસે વદી ૮ શનિવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં સૂચવી ગયા કે- ધર્મની. કરણ પ્રાપ્ત થવી એ મુશ્કેલ નથી. ચાહે તે સમ્યકત્વની, દેશ વિરતિની કે સર્વવિરતિની કરણી લે. તે કરણી પ્રાપ્ત થવી મુશ્કેલ નથી. કારણ જીવ અનંતા પુદગલ પરાવર્તથી રખડ્યા કરે છે, તેથી એ કયા કયા સંજોગોમાં ન આવે ? અમુક સંજોગોમાં જીવ આવે નહિં એમ કહી શકીએ નહિં. “વા કારુ નથિ ” એવું કોઈ જાતિ કે કૂળ નથી. કે જેમાં અથવા તે ચૌદ રાજલક જે અસંખ્યાતા કોડાકેડ જોજન થાય એટલે એક રાજલોક, એવા ચૌદ રાજલકમાં વાળને અગ્રભાગ તેને પણ એક ખૂણે આવું બારીક પણ સ્થાન આ જીવે જન્મ-મરણ. સિવાયનું બાકી મેલ્યું નથી. બાર ભાવનામાં લકસ્વભાવ નામની ભાવના.