________________
૩૨૬ ]
શ્રી આગદ્વારક-પ્રવચન-શ્રેણી
બાકી છે. સમ્યક્ત્વ મોહનીય તે મિથ્યાત્વ મોહનીયના ઘરની છે. શપકશ્રણિ ક્ષીણમેહનીય થઈએ નહિં ત્યાં ચારિત્ર મહનીય પણ રહેલું છે. તે એનું કામ કરશે. તેથી તમારે આ ડાંગ તૈયાર રાખવી.
વેશ ધર્મની રક્ષા કરનાર થાય છે, , સમ્યકત્વના રક્ષણ માટે આ ડાંગ છે. તેવી રીતે ચારિત્ર મેહનીયના ઉદય માટે આ ડાંગ છે, તેથી “ઘર જવર રેતો” ધર્મની રક્ષા વેષ કરે છે. ઉપદેશ માલાકાર કયાં સુધી જાય છે. વેષ ધર્મની રક્ષા કરે છે. વેષ એ પ્રમાણ નહીં એમ કહેશે તો એ પણ બરોબર છે, ચૂરણ તમારી ઉલટીને બેસાડે પણ ઉલટીનું જોર ચૂરણ કરતાં ઓછું હોય ત્યાં સુધી ઉલટી વધારે જોરવાળી હોય તે ચૂરણ કંઈ કામ કરતું નથી, તેથી ચૂરણ નકામું ગણાતું નથી. વેલ પણ તીવ્ર કમને ઉદય હોય તે વખત આધારભૂત ન થાય, તે વખત વેષની પ્રમાણિકતા ન રહે, પણ હદમાં હોય તો વેષથી ધર્મનું રક્ષણ થાય. “સં” આ વેષને લીધે પાપાચાર કરતાં શંકા થાય છે. ક્રિશ્ચિતોડગ્ર દીક્ષીત. છું એ શંકા વેષે ઉભી કરી. આ વાત લક્ષ્યમાં લેશે એટલે ધ્યાનમાં આવશે. તેથી સાધુના વેષમાં ૯૦૦ વખત અવિરતિ થઈ ગયું હોય, ફેર વિરતિ કેમ પામતે હશે? એક અવિરતિ ટાળવી મુશ્કેલ છે, તે આમાં ૯૦૦ વખત અવિરતિ થઈ. વિરતિ આ વેષના જ પ્રભાવે પાછા આવી જાય છે. ૯૦૦ વખત વિરતિને સહેજે વેષ લાવી દે છે. ૯૦૦ વખત થએલું અવિરતિપણું છતાં એ વિરતિમાં રહે તે માત્ર વેષને. પ્રતાપ છે. વેષ એ જ ધર્મની રક્ષા કરાવનાર અને દીક્ષિતપણાનું ભાન કરાવનાર છે. ચારિત્ર મોહનીય વખત હલે આવે તે તેના રક્ષણ માટે આ વેષ ડાંગ છે. તે હવે દેશ વિરતિને અંગે કઈ ડાંગ? સાધુ એ જ ડાંગ. દેશવિરતિના ક્ષપશમ માટે સાધુ ડાંગ. સામાયિક પડિકમણામાં આવતા બંધ થયા તે સાધુ તરત પૂછશે. ચાહે સર્વવિરતિ, દેશવિરતિ કે સમ્યક્ત્વના અંગે ક્ષાપશમિક ભાવ હોય તે કરમના ઉછાળા તે જરૂર આવવાના જ. ક્ષાપશમિક તે ઉછાળા વગરનું નથી, તેથી વેષ, ગચ્છ, સમુદાય વિગેરે તે માટે જ રાખવા પડે છે. તે બચવાના સાધને છે. દેવતા પહેલ-વહેલ ક્ષાપશમિક ભાવને હેય છે.