________________
પ્રવચન ૧૨૬ મું
[ ૩૭
ત્યાં દેશવિરતિ ને સાધુ પ્રેરણું કરનાર નથી. આ કારણથી એ ક્ષાપથમિક ભાવથી આગળ વધતા નથી. તો પછી મોક્ષ પ્રાપ્ત કરવાનું -બને જ કયાંથી? તે તિર્યંચ પરાધીન, નારકી દુખવાળા તે મેક્ષની નિસરણી બીજી કઈ? ધરમને લાયક માત્ર મનુષ્ય દેહ, તે માત્ર જેમ નાના બચ્ચાં ધૂળ અગર ઢીંગલા ઢીંગલીમાં વખત કાઢે તેમ આપણે આ રેડા અને બાયડી, છોકરા રૂપી ઢીંગલા ઢીંગલી તેમાં બધો વખત કાઢીએ છીએ. છેકરાને ભવિષ્યનું ભાન હોતું નથી. આપણને પરભવમાં શી દશા થશે એ વિચાર આવતું નથી. તેથી શાસ્ત્રકારો આપણને બાળજીવો કહે છે. આ જ કારણથી તમે ધૂળમાં રમનારા જ્ઞાનીની નજરમાં આ બધું ધૂળ અને ઢીંગલા ઢીંગલી છે. એક જ કારણ છે. બચ્ચાંને મિલકત, આબરૂ, કુટુંબનું લક્ષ્ય નથી. તેને ખાવું, પીવું એ જ લક્ષ્ય છે. તેમ આ જીવને સમ્યગ જ્ઞાનાદિનું લક્ષ્ય નથી. તેને માત્ર પાંચ અને છની પંચાત છે. આ પાંચ કે છ સિવાય બીજું લક્ષ્યમાં જ નથી. આપણા આત્માની-માલિકીની-કબજાની વસ્તુ છતાં તેને દુરૂપયોગ દૂર કરવા માટે વિચાર કયાંથી આવે? ધરમની કિંમત કઈ દષ્ટિએ કરવી? નાનું છોકરું આબરૂની કિંમત લાડવા જોડે તોલે તે જેને આબરૂને લાડવા જોડે તેવી છે, આપણે પણ આત્માને ધર્મ દુનીયાના સુખ સાધનમાં તેલ છે. શી રીતે સમ્યગ દર્શનાદિની કિંમત કરી શકીએ? છતાં પણ શાસ્ત્રકારો બે પ્રકારે કિંમત કરવાનું ફરમાવે છે? જ્યારે કિંમતીપણું જાણે ત્યારે કાળા મહેલમાં બેઠેલા શ્રાવકે પિતાને અધર્મી કેમ જણાવતા હતા તે માલમ પડશે. તે સંબંધી જે અધિકાર તે અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૨૬ મું આસો વદી ૭ શુક્રવાર
આર્ય—અનાર્ય ક્ષેત્રો શાસકાર મહારાજા ભવ્ય પ્રાણીઓના ઉપગારને માટે પ્રથમ જણાવી