________________
પ્રવચન ૧૨૨ મું
[ ૨૯ તે બાપની આગળ બીડી પીઈ શકે નહિં. આજકાલ નાગાઈના નમુના પાક્યા છે, તે વખત જે ધરમને રસ્તે ચાલવું તે કેટલું મુશ્કેલ. પહેલાં નાટકમાં જાય ત્યારે કેટલી ટીકા થાય? આજકાલ ન જાય તો ટીકા થાય. દારૂડીયાનું દર(ળ) ઉભું થયું તેમાંથી ત્યાગી નિકળે શી રીતે ? ખાવાપીવામાં પહેલા કાળમાં વૈદે સલાહ આપી હોય તે એવા સંધ્યાકાળે સંતાડી લાવે ને ખાનગી ખાઈ શકે. અત્યારે કહેવા આવે તે લો આ કરૂં છું. જાણી જોઈને દરરોજ કરે, એવી નાગાઈ વધી ગઈ છે. તે વખત નાના સાધુને ત્યાગદષ્ટિ એ કેટલી મુશ્કેલ છે, તે ખરેખર પાંચમાં આરાના ઉત્કૃષ્ટા જી. જેઓ મોક્ષે નથી ગયા તે મોક્ષ પામશે તે ૩૩ સાગરેપમે. આજ સારું ચારિત્ર પાળનારા ૭ સાગરોપમે મોક્ષ પામશે. સાધુપણું આજકાલમાં ઘણું મુશ્કેલ છે. સાધુને કઈ બેલી જાય તે ઘાણીમાં પીલાતા, અત્યારે સાધુને બેડી નાખી તે બધા ઊંઘી રહ્યા છે. જે પ્રાચીનકાળમાં વસ્તુપાળ, તેજપાળના વખતમાં સજા કરી, નમુચીએ તિરસ્કાર કર્યો તે વૈક્રિયથી દાબી દીધે. સાધુને ઉપદ્રવ કરનારને સજા થતી હતી, તે વખતે સાધુપણું પાળવું સહેલું હતું. આ બધી સ્થિતિએ વિચારીશું તે હરેક કાળમાં પાંચ પરમેષ્ટિ સુખને છોડી દે ને દુઃખને નોતરૂં દે. એ તત્વદાષ્ટએ હજુ સુખ ભોગવીએ તો રાજી દુઃખ વખતે નારાજ થવું એ શાને લીધે? નાના બચ્ચાને ધન-મિલકત આબરૂની કિંમત હૃદયમાં વસી નથી, તેવી રીતે આત્માના કબજાના સમ્યગદર્શનાદિની કીંમત વસી નથી, તે સુખ-દુઃખ, પુન્ય-પાપથી થાય છે, તેના હિસાબની પણ કીંમત નથી. જેમ બચ્ચે બાર વરસ લગી બેબાકળું ફરે, તેમ આપણે અનાદિથી બેબાકળા ફરીએ છીએ, હજુ આત્માની માલીકીની ચીજ જ્ઞાનાદિની કિંમત આવી નથી, તેથી ધર્મની કિંમત હજુ આવી નથી. હવે ધર્મની કિંમત-ધર્મના ભેદે કેવી રીતે કહેવાશે તે અધિકાર અગ્રે વર્તમાન.