________________
પ્રવચન ૧૨૩ મું
[ ૩૦૫
એટલે સંઘટ્ટો થયે. સામઈયું થઈ ગયું. બન્ને પક્ષને નિર્ણય આવ્યે કે સાધુપણા કરતાં કોઈ દિવસ દેવપૂજા વધે નહિં, માટે સાધુપણાના ભાગે દેવપૂજા થાય નહિ. બધાએ કબૂલ કર્યો. આજે શાસ્ત્રીય વસ્તુ છતાં માનવી નથી. ત્યવાસી ઉન્માર્ગે ચાલેલ આગમનું વચન કબૂ લતા હતા. તે આમને કેવા ગણવા? બનેએ કબૂલ કર્યું.
જિનમંદિર છતાં પાપમંદિર કેમ કહ્યું?
એમ કરતાં ચોમાસાનો ટાઇમ આવ્યા, તેથી ગૃહસ્થોએ વિનંતિ કરી કે–મહારાજ ચોમાસું અહીં રહી જાવ તે તમારા માટે એક મંદીર કરાવી દેવાય. આ લેકે અને ચૈત્યવાસી મળી કહે છે કે તમારા માટે એક મંદિર કરાય. ત્યારે હવે પહેલાંને સવાલ અર્ધા આમ હતા અને અર્ધા આમ હતા. તેમાં એક પક્ષને ખુશ થવાનું હતું જ. આ તે શાસ્ત્રીય ખુલાસો આપ્યો. તેથી એક પક્ષ રાજી થયું છે. અત્યારે આ પક્ષ નારાજ, અત્યારે શું બોલવું ? આ બધા દેરા છે, પણ કર્મના ખટલા છે. જો કે દેરા છે પણ સમજજો કે કયા દહેરા કરમના ખટલા છે. ચૈત્યવાસી જેમાં સાધુપણાને વસરાવી આજીવિકા માટે ચે ચલાવે છે, તે ચેત્યોને કરમના ખટલા કહ્યા છે. ત્યાંની પંક્તિ “કવિ વિન મંદિર તરિ સાવજ્ઞ” જો કે આ જનમંદિરો તો પણ પાપના સ્થાનકો છે. આ જગે પર નાગા કહેશે કે મહા નિશીથમાં મંદિરને સાવદ્ય કહ્યા છે. તેથી આ ખુલાસો કર્યો. કવિ તવ શા માટે લખવું પડયું ? જે કે તકે બે પદ શા માટે ? સીધું નિમરિ સાવઝ કહી ઘ. મંદિર માત્રને સાવદ્ય ગણવા હતા તે તેમ કહેતે, તે પદ શા માટે? આ સન્માન કરવા લાયક છે પણ એ પિતે એવા સંજોગમાં છે કે-જેને માટે મારે કાઢવો પડે છે. આ અર્થ છે કે તકે ન હોય તે ધક્કો મારી બહાર કાઢી મેલવા લાયક, તે આ માણસ સંઘરવા લાયક નથી. જો કે ફલાણ ભાઈ એ કયારે કહેવું પડે ? જ્યારે તે સત્કાર-સન્માનને લાયક છે, પણ તે એવા સંજોગમાં હોય જેને લીધે આપણે ધક્કો મારી કાઢવા પડે. તેવી રીતે જે કે જીનમંદિર તો પણ સાવદ્ય છે. આ વાકય કઈ સ્થિતિએ બેલાયું હશે ? એકે એક ચિત્યવાસી છે. બહુમતીએ પાસ કરનારા તે. કમલપ્રત્યે શું પાસ કરવું જોઈએ? ત્યવાસ. એમના સિવાય બધાને
૩૯