________________
પ્રવચન ૧૨૧ મું
[ ૨૮૫
પુગલમાં હેય, એ સિવાયમાં પણ હોય તે તેને મિથ્યાત્વ ગુણસ્થાનમાં કેમ ગણે છે? એ મિથ્યાત્વને ગુણસ્થાન કહ્યું છે. તે માટે શાસ્ત્રકાર લખે છે કે મિથ્યાત્વ ચેતનાવાળાને હોય, જેને ચેતના તેને સ્પર્શાદિના તેટલા જ્ઞાન જરૂર રહેલા છે. તે જ્ઞાન હોવાથી એને ગુણસ્થાન કહીએ છીએ. કેટલાક વ્યક્ત મિથ્યાત્વમાં દેવત્વપણાની બુદ્ધિ થઈ પછી મોક્ષના કારણ તરીકે હોય તે અંત્ય પુદગલ પરાવર્ત હોય. જેને તે હેતુ ન હોય, જે કે જ્ઞાનશક્તિ હોવાથી ગુણસ્થાન કર્યું છે, એ પ્રકારે મિથ્યાત્વને ગુણસ્થાન કહ્યું છે.
મૂળ વાતમાં આવે. જે મોક્ષદાતા તરીકે કુવાદિને માને તેઓ પદાર્થને રસીયા થયા, પણ પદાર્થની પ્રીતિવાળા નથી. પણ રસીયા હોવાથી જે દહાડે સાચે પદાર્થ માલમ પડે તે દહાડે જગતને ભેગ આપવો પડે તે આપી દે. તે વાત ગૌતમના દષ્ટાંતમાં જોઈ ગયા. ૨૦ વરસ સુધી બ્રાહ્મણપણું તે વખતે રજપુતના ચેલા થવું, તે વખત જાત પર જાય છે ? આવા મિથ્યાત્વીને સત્યની પ્રતીતિ થઈ એટલે સત્યની પ્રતીતિ ખાતર તે ભોગ આપવામાં અડચણ થઈ નહીં. આજે જેની હા-ના લઈ બેઠા છે, સાચું જાણે છતાં પકડયું છેડાતું નથી. સત્યની પ્રતીતિ થયા છતાં, કબૂલ કર્યા છતાં હા-નાનું વેર છેડાતું નથી. તે જાણીએ છીએ કે દુર્ગતિના ખાડા છે પણ છોડાતું નથી. પ્રતીતિની ખામી નથી પણ સત્ય પદાર્થની પ્રીતિની ખામી છે. છોકરી બહેન કેના માટે આ ભવ માટે કે ભવભવ માટે આ વિચાર આવ્યો નથી. ગૌતમસ્વામીને બ્રાહ્મણપણું વિગેરે છોડવું પાલવ્યું. ૫૦૦ વિદ્યાથીનું ગુરૂપણું, આખા મંડપનું અધિપતિપણું છેડ્યું પાલવું પણ સત્ય જાણ્યા પછી તેની ઉપેક્ષા પાલવી નહીં. પછી આ બધું જતું કર્યું પણ સત્ય જતું કર્યું નહિં. સમ્યગ્દષ્ટિ અવિરતિમાં રહે તેને વિરતિ સાચી લાગી તે અવિરતિમાં રહે કેમ? વાત એ છે કે-સત્ય જણાયું, પ્રતીતિ થઈ છે, પણ પ્રીતિ ઝળકવી જોઈએ તે ઝળકી નથી. આથી અવળું સમજી ન ચે. જેમ વિરતિ સારી જાણી છતાં વિરતિ લેવાતી નથી, માટે સમ્યકને વાંધો નથી, તે તેથી વિરતિ સાચી–સારી જાણ તેમાં અડચણ નથી. તેને અંગે સમ્યકત્વમાં અડચણ નથી. સાધુએ નિષ્કષાયપણે મોક્ષ