________________
૨૯૦ ]
શ્રી આરામોદ્ધારક-પ્રવચન-શ્રેણી
તરફ જાય પણ તેના સાધન કે ધનમાલ કે આબરૂ તરફ દષ્ટિ જતી નથી. એને એ વિચાર નથી કે માબાપ દેવું કરીને, ચોરીને ઉઠાવી લાવે છે, તે વિચાર છોકરાને આવતું નથી. તેવી રીતે જીવને પુન્ય પ્રકૃતિ દરેક ભવમાં કંઈ અનુકૂળતા કરી દે છે, પણ તે કયા કારણોથી થઈ, કેટલી જરૂરી તેને આત્માએ વિચાર કર્યો નથી. વિષયેના સાધનને બાળક વિચાર કરતો નથી, તેવી રીતે આ જીવ બાહ્ય આનંદનો વિચાર કરે છે, એ સુખ-આનંદના સાધન કયા તેને વિચાર કરતે નથી. આથી આ જીવ સુખમાં રાજી કેમ થાય છે અને દુઃખમાં બેરાજી કેમ? એક જ કારણ સુખના કારણે અને દુઃખના કારણે સુધી આ જીવ પહોંચતું નથી.
સુખ-દુઃખના કારણમાં નારાજીરાજી કેમ? - તાત્વિકદષ્ટિએ વિચારના સુખના કારણમાં બેરાજી હોય અને દુઃખના કારણમાં રાજી હોય. તમને નવું લાગશે, પણ સમજશે એટલે નવાઈ નહીં લાગે. જેમ ઘરમાંથી ૧૦૦ રૂપીઆ ખરચી નવી ચીજ લાવ્યા તે દેખી રાજી થાવ, પણ ચીજ પેટે ૧૦૦ નો ખાડો પડ્યો તેને વિચાર આવ્યો ? એટલી રકમ કથળીમાં તે ઓછી થઈ ને? તમારી પાસે પહેરવાને દાગીને હતે. બજારમાં ભાવ આવે તેથી તેને વેચી નાખે. દાગીને ગયે છતાં તેમાં નારાજ થતા નથી. કારણ કોથળીમાં વધ્યું. દાગીને ખઉકણું ધન હતું, તેમાં ઘસારો લાગે તેની જગો પર બજાર દેખી વેચે તે વધતું ધન થયું. તેવી રીતે ૧૦૦ ની ચીજની જગો પર સુખ પુન્યને વેચે તે બહારના સાધન મેળવે. શાતા વેદનીયના સુખને વેચો ત્યારે સુખ મેળ. સુખ ભોગવ્યું એટલે કેથળી ઓછી થતી આવી. જેટલું દુઃખ ભેગવ્યું તેટલું પાપ ઓછું થયું. સુખ ભેગવવું તે અન્ય ઓછું કરવાનું. સુખ ભોગવવાથી પુન્ય ઘટયું. ૧૦૦ વરસ દુઃખ ભોગવવાનું હોય તે પાંચ વરસ ભોગવ્યું તે પંચાણું વરસનું પાપ રહ્યું, નુકશાન ફાયદો કયાં? કહે સુખ ભોગવવામાં આ જીવ પિતાની શુભ કર્મપ્રકૃતિમાં નુકશાન કરે છે. સુખ ભોગવનારે જીવ પિતાના પુન્ય કર્મોને દિનપ્રતિદિન ઘટાડે છે. દુઃખ ભોગવનારો દિનપ્રતિદિન પોતાના પાપ ઘટાડે છે. લેણું મટે તે રાજી થાય ને દેણું