________________
૨૯૨ ]
શ્રી આગાદ્વારક-પ્રવચન-શ્રેણી
મ્યુનીસીપાલીટીથી રેલ્વે તરફથી કંઈ ડર નથી. તેવી રીતે આ જીવ કર્મની થીયરી માટે બેલે છે, વાત કરે છે, પણ છતાં હજુ બાળકદશામાં છે. પાંચ રૂપિઆનું દેવું કરવું હોય તે કેટલો વિચાર કરે છે, તે માટે આટલે વિચાર, તે આ દેવું થાય છે તેને વિચાર કેમ નથી આવત? છોકરું રમકડું ભાંગ્યાને વિચાર કરે, પણ હાર તુટ્યાને વિચાર કરતો નથી. એ બિચારો રમકડામાં રાચેલ છે. કંડીની કિંમત હૃદયમાં નથી આવી. આ જીવને જગતની કિંમત આવી છે, કરમની કિંમત નથી આવી. તેથી સુખ ભોગવે તે વખતે રાજી થાય છે, પણ પુન્ય આટલું ખવાયું તેમ નથી સમજત. દુઃખ વખતે નારાજી થાય છે, પણ ફાયદો માલમ નથી પડતા. આથી તપાસશે તે શાસ્ત્રના વચનની શ્રદ્ધા થશે. ચાહે તો તીર્થકર, આચાર્યો, ઉપાધ્યાય, સાધુઓ આ ચાર શા માટે? સિદ્ધ કર્મ રહિત છે. તેથી તેમને કોરાણે મૂકીએ. આ ચારે સુખ મેળવવું નહીં, મેળવવા પ્રયત્ન પણ કરવો નહિં ને મળતા સુખને લાત મારી છેટું કાઢવું. કથંચિત ચૂકીને સુખ ભોગવી જવાય તે આયણ લઇ શુદ્ધિ કરવી.
પાપનું પ્રતિકમણ–નિંદન-ગીંણ કેમ? વિચારે! હિંસા ને જૂઠ એ તે જગતના બીજા ના વિષયવાળી ચીજ છે, પણ અદત્તાદાન ચાહે જેવા વિષયના અનુકૂળ સાધન હોય તે પણ આપ્યા વગરના તે લેવાય જ નહિં. દુનીયામાં અનુકૂળ સાધન રસ્તામાં રખડતા હોતા નથી. પાંચે ઇંદ્રિના વિષયોમાંથી અનુકળ વિષયની માલીકી કોઈ પણ ધરાવતું હોય છે, એ પદાર્થ વગર માગે લે નહીં. જગતના વિષયે તરફ એકદમ તિરસ્કાર. કેઈની પણ ચીજ ઉઠાવી લેવાની બુદ્ધિ ઈષ્ટ વિષય માટે કરે છે. જેણે ઈષ્ટ વિષે ન કાઢી મૂક્યા હોય તે પારકું ન લેવું તેની પ્રતિજ્ઞા કરે જ નહિં. ચોથા પાંચમા વ્રતમાં આવીએ, ચોથું એટલે શબ્દાદિ પાંચ સંબંધી જે કામક્રિડા તે બધી કામક્રિડાને ત્યાગ. ભૂતકાળમાં થયું તે ભૂલ, વર્તમાન કાળમાં દૂર છું, ભવિષ્યમાં યાવત્ છવ માટે દૂર રહીશ. જેને સુખની અભિલાષા હોય તે ત્રણેમાંથી એકે કરી શકે ખરે? પાંચે વિષયને અંગે જે કીડા એ ભૂતમાં કરી તે મારી મોટામાં મોટી ભૂલ,