________________
પ્રવચન ૧૨૧ મું.
[ ૨૮૭ પદાર્થની પ્રીતિ થઈ તે સર્વસ્વને ભેગ આપતા ચૂકે નહિ. પ્રતીતિ થઈ હેય પણ પ્રીતિ ન થઈ હોય તે તે ભોગ નહીં આપી શકે. ભગ પ્રીતિ અપાવશે. પહેલા પદાર્થ પ્રીતિ હતી પણ પ્રતીતિ ન હતી. મહાવીરને એગ થયે એટલે પ્રીતિ હતી ને પ્રતીતિ થઈ. જે પદાર્થની પ્રતીતિવાળા હોય તેઓ તે ધર્મની વાસ્તવિક કીંમત સમજે, પણ કેટલાક ધર્મ શબ્દની પ્રીતિવાળા હોય, પદાર્થની નહીં. તેથી અધર્મના કામ કરે તે પણ અધર્મી કહેવડાવવા તૈયાર રહે નહિં. પાપ કરે પણ પાપી કહેવડાવવા તૈયાર રહે નહિં. કારણ, શબ્દ પ્રીતિ એટલી છે. ધર્મ ક, અધર્મ કયો એ સંબંધી કંઈ પણ નથી. ધમીં શબ્દની પ્રીતિ અધમી શબ્દની અપ્રીતિ, પુણ્યશાળી–ભાગ્યશાળી શદની પ્રીતિ. અહીં પ્રતીતિ હેય ને પ્રીતિ ન હોય ત્યારે કયાં લઈ જઈશું? શૂન્યમાં. ભાંગ નામ માત્રથી, દષ્ટાંત શૂન્ય, દ્રવ્યથી-ભાવથી હિંસા ન હોય તે હિંસા ખરી, પણું ભાંગે શૂન્ય. કારણ? પહેલાં અનંતાનુબંધી તૂટવાના, દર્શન મેહનીય પછી ત્રુટવાનું. અપૂર્વ કરણથી પહેલું ઘેરાય શું? અનંતાનુબંધીની ગાંઠ ભેદાય તે પછી અંત:કરણથી શુદ્ધિ થશે. દુનીયાની અપ્રીતિ ઉભી કરનાર, દુનીયાના પદાર્થની પ્રીતિ દૂર કરનાર તત્વ ખસી જવાનું ને દેવગુરૂ-ધર્મ ઉપર પ્રતીતિ થવાની, તેમાં અનંતાનુબંધી કે ધાદિકના ઉદયથી નડવાના. એ જ્યારે વહેલા ખસે ને તત્વ તરફની પ્રીતિ થાય. તે હોય અને પ્રતીતિ ન હોય એવું દષ્ટાંત નથી. એથે તત્વ તરફ પ્રીતિ થયા પછી પ્રતીતિ થવાની. પ્રતીતિ ચારે બાજુ તપાસી-ગુણ તપાસી સત્ય માનવા તે. પહેલાં તત્વ પર પ્રીતિ કે પ્રતીતિ, પહેલાં પ્રીતિ થશે ત્યારે જ વસતુ પકડશે. પછી ગુણદોષ માલમ પડશે એટલે પ્રતીતિ થશે.
પ્રથમ પ્રીતિ પછી પ્રતીતિ અશુદ્ધા-અશુદ્ધ વસ્તુ, જેની શુદ્ધિનું ભાન નથી એવી વસ્તુ આદરશે તે જ સમ્યકત્વને આદર થશે. નહીંતર દેવ-ગુરૂ-ધર્મની પ્રીતિનો અવસર નથી. બધું સ્વરૂપ જાણીએ છીએ પછી પ્રવૃત્તિ કરીએ તે ઘેર બેઠા જાણવાના નથી, આને માટે અશુદ્ધ વસ્તુ પર પણ આદર રહેતો જ અભ્યાસ થાય તે પછી સમ્યગદર્શન પણ થવાનું નહીં. સંસારી જીવને પણ પહેલાં પ્રીતિ પછી પ્રતીતિ, પહેલાં મોતી-હીર ચમક્તા દેખે એટલે