________________
પ્રવચન ૧૨૧ મું
| [ ૨૮૩
હોય એટલા માત્રથી ગ્રહણ કરવું છોડવું એમ ન હોય તો તીર્થંકરા દિએ જે છેડયું હેય, તે ઉપર ધેરણ રાખવાનું રહ્યું નથી. ખરી વાત, પણ એક વાત ધ્યાનમાં રાખવી. દુનીયામાં ઉત્તમપણાની ખ્યાતિ હોય તે ઉત્તમપણાને ઘાત કરનારૂ કાર્ય કરે નહીં. તે તીર્થકર, ગણધર, કેવળી એ મહાપુરૂષ સર્વ સાવધના ત્યાગી, સમ્યગુ જ્ઞાનાદિની પ્રતિજ્ઞાવાળા, મોક્ષના અભિલાષી તેવા છોડે કોને-આદરે કોને ? જે સાવદ્ય વસ્તુ તે જ છેડે, જે મોક્ષ, આત્મ કલ્યાણ ને કર્મ નિર્જરામાં સહાયભૂત વતુ જ આદરે. આટલાથી જ તેમના વર્તનને અનુસરવા બંધાઈએ છીએ. આને મુદ્દો ઉત્તમતા ઉપર આવ્યું. તે જ મુદાએ કેશીકુમારે પ્રદેશી રાજાને જણાવ્યું કે-નાસ્તિકપણું અધમ છે, તેથી પૂર્વજોએ કર્યું હોય છતાં છોડવા લાયક છે. ગૌતમસ્વામીની કેટલી પેઢી બ્રાહ્મણપણામાં ગઈ હશે? તે બ્રાહ્મણપણું છોડતાં શરમ આવી નહીં હોય ? એક જ મુદ્દાએ, ધર્મ પદાર્થ પર પ્રીતિ હોય, ચાહે તેને પરંપરા–પેઢી–જાતિ
ખ્યાતિ તમામને ભોગ આપવો પડે તે પણ અડચણ પડે નહિં. બધું કયારે? પદાર્થ પર પ્રીતિ થઈ હોય, જેને પદાર્થ પર પ્રીતિ છે તે ભલે અવળે માર્ગે ચઢયે પણ સવળે દહાડે આવશે, તે સવળામાં શીળવાળો જ થવાને. ગૌતમસ્વામી મિથ્યાત્વમાં પણ આગ્રહી હતા, તે સાચો ધર્મ પામ્યા ત્યારે સત્યમાં શિરોમણી થયા. મૂળ વસ્તુ હતી, સત્ય પર પ્રીતિ જૂઠાને સત્યને નામે પકડયું પણ પકડયું સત્યની પ્રીતિએ. અસત્ય જાયું ત્યારે છેડતાં વાર ન લાગી.
મિથ્યાત્વને ગુણસ્થાનક કેમ કહ્યું? મેક્ષ પામવાને વિચાર થાય ત્યારથી શાસ્ત્રકારોએ એક પુદગલ જેટલે સંસાર કેમ રાખે? તેથી વધારે રખડવાનું હોય તેને તે મોક્ષનો વિચાર પણ ન થાય. શૈવ, વૈષ્ણવ હોય તે મોક્ષને નથી માનતા? મોક્ષની ઈચ્છા નથી ? એક પુદ્ગલ પરાવર્તામાં મોક્ષે જનાર છતાં મિથ્યાતત્વમાં જ રાચી રહેલો હોય, તેને મેક્ષ પહોંચાડનારી ચીજ કઈ? સાચા માગ નથી મત્યે પણ મોક્ષ પદાર્થની પ્રીતિ થઈ. તેથી અભવ્યને કુદેવ કુગુરૂ, કુધર્મની માન્યતા હેય નહિં, આ કેટલાક કહે છે તેનું તત્ત્વ એ કે ભલે કુદેવાદિ બુદ્ધિથી દેવને માન્યા, તેને મુદ્દો કર્યો ? તેને સુગુરૂ