________________
પ્રવચન ૧૨૦ મું
[ ૨૭૫
પડશે કે-“સમકિતદાયક ગુરુ તણે પચ્ચેવયાર ન થાય, ભવ કડાકડી લગી કરતાં સર્વ ઉપાય,” આખી રકમ ખાંજરા ખાતે પડી હતી, એ રકમ આ મહાપુરુષે દેખાડી, દેખાડનારને ઉપગાર રકમની કિંમતવાળે માને. જેને રકમની કિંમત ન હોય તેને ઉપગાર તે માને જ નહિં. જેને મોક્ષની કેવળજ્ઞાનાદિકની કિંમત ન હોય તેને આત્માનું સ્વરૂપ બતાવનાર ગુરુની કિંમત ન હોય, પણ જેમને રકમની કિંમત છે, તે તે બતાવનારને ઉપગાર માન્યા સિવાય રહે જ નહિં. જે સમ્યક્ત્વાદિ આત્માના ગુણ, તેને બતાવનાર ગુરુની કિંમત કર્યા વગર રહે જ નહિં. તે કિંમત કરે ત્યારે જ સમકિત દેનાર ગુરુને પ્રત્યુપકાર કડાકેડ ભવે પણ વળે નહિં. આ જ વાત શાસ્ત્રકારે પણ વનિત કરી છે.
અપ્રતિકાર્ય ઉપકાર કેન. આ જગતમાં ત્રણને ઉપગાર વળતું નથી. માતા, પિતા, સ્વામી અને ગુરુ, તેમાં પણ માતા-પિતાના ઉપગારને અંગે કરે મેટ થાય, મા-બાપને અઢાર જાતના ભેજને રેજ કરાવે યાવત્ માતા-પિતાને જરૂર પડે તે ચામડી ઉતારી જેડા પણ પહેરાવે. આટલા સુધી કરે તો પણ ઉપગાર વળે નહિં. આ ઉપગાર માતા-પિતાને શાસ્ત્રકારે જણાવેલ છે. આ ઉપગારના સૂત્રને કેટલાક અનર્થમાં લઈ જાય છે. સૂત્રકારોએ આટલો ઉપગાર જેને કહ્યા છે, તેવાને કલેશ કરનારું કાર્ય કંઈ પણ ન કરવું જોઈએ. એમના મુદ્દા પ્રમાણે પૂજા કરવા ન જવું, દાન દઈએ ને તેમનું મન નારાજ થાય તે દાન ન દેવું. તે વખતે તે તૈયાર નથી. દીક્ષા વખતે મા-બાપ, બાયડીનું ક૯પાંત આગળ કરે છે. તે વખતે પિતાની હીલચાલમાં ઉપયોગ કરે છે. દેશી હિલચાલ વખતે મા-બાપની સેવા કરવી, માંદા હોય તેમની મા–બાપને છોડી દેશી ચળવળમાં જાય. તે જ લાયક ને ચળવળ તરફ દુર્લક્ષ્ય કરે ત્યાં ઠીક નથી. આ હીલચાલની વિરૂદ્ધ હોય તેને ગણવા નહીં, એ ચોખ્ખું કહેલું છે. પોતાની હીલચાલમાં પોતાને કશું ગણવું નથી ને ધરમમાં આડા આવવું છે, માતા-પિતાની સેવા-ભક્તિના બાને આ મનુષ્ય એક બાજુ જોવાવાળા છે. કાંણે હાથણી એક બાજુ જ જુવે તેમ આ પણ નાની હાથણીની જાતમાં કે શેમાં? ત્યારે ઉપગાર વાળવાને રસ્તો કઈ બતાવ્યો છે કે નહિં?