________________
ર૭૪ ]
શ્રી આગદ્ધારક-પ્રવચન-શ્રેણી ચીજ મળે છે તે વખત આત્માને પૂછે કે કેટલે ઉલ્લાસ થાય છે? કેવળીએ બતાવેલી સમ્યક્ત્વવાનેએ ધારેલી એ ચીજ મળવાને પ્રસંગ આવે તે કેમ આનંદ ન થાય? આવા સમ્યફત્વમાં શ્રદ્ધાન કયું? અનંતજ્ઞાન, દર્શનાદિ એ જ દયેય તરીકે થાય, જ્યાં સુધી સમ્યક્ત્વ થાય નહીં ત્યાં સુધી આ ચીજ મારી માલિકીની-કબજાની છે તે સમજાય નહીં. હવે પિતાની વસ્તુ સમજાય પછી આપણું લેણું કેરટથી વસુલ કરવાનું હોય તે વખતે જજ હુકમનામું લખે, તે વખતે આપણી દષ્ટિ કેવી ચૂંટે છે? તેવી રીતે અહીં સમ્યકત્વ પામેલે પિતાના આત્માનું સમ્યદર્શનાદિ ગણે છે.
પ્રશ્ન–એ વખતને આનંદ કેમ ન કહી શકાય?
ઉત્તર–જે વચન ગોચર હોય તે કહેવાય. દષ્ટાંત તરીકે તમે રાયણ ખાધી, કેરી, ગોળ, ખાંડ ખાધી. પાંચમાં મીઠાશ કહો. તમારા વિષયની વસ્તુ છે. કહે. માત્ર આનાથી વધારે ઓછું કહી શકે, પણ તમારી અનુભવેલી મીઠાશને તમે પોતે જ કહી શકતા નથી. જુદી જુદી મીઠાશના જુદા જુદા શબ્દો નથી. રાયણની મીઠાશને, બીજી મીઠાશને બે, ત્રણ, ચાર, પાંચ, છ તે ૧-૨-૩-૪-૫-૬ નંબરની મીઠાશ કહી શકો, પણ તેને નંબર કહેવાનું સાધન તમારી પાસે નથી. તે સમ્યકૃત્વ વખતે જે સ્વરૂપ દેખું, તેને અંગે જે આનંદ થયેલ હોય તે શી રીતે કહી શકાય? સર્વ શક્તિમાન એટલે શક્તિનું કાર્ય એ કરે, સસલાને શીંગડું કેવળી ન કરી છે, આકાશમાં કુલ ન કરી દે, એ તે એને ઘેર રામાયણ છે કે ઈશ્વર સર્વ શક્તિવાળો છે તે જાણીજોઈને દુનીયાને દુઃખી કરી રહ્યો છે ને? સમ્યગ્દષ્ટિ પોતાની લેણી રકમ સમજે છે, તેમ સમજવાથી ચેપડે ફેરવતા રકમ માલમ પડી ને વ્યાજ વગર પડી રહેલી લાગે છે તે રકમ લેવા કેવા તલપાપડ થઈએ છીએ. સમ્યગદષ્ટિ સમજે છે કે, અનંતા વખતથી આ રકમ ખાંચરે પડી રહી છે, તે તરફ લક્ષ્ય ન હતું, જાણવામાં ન હતી. તે રકમ જે મનુષ્ય ચેપડામાંથી બતાવી હોય, બતાવનારે નવું નથી બતાવ્યું, પણ એ રકમ બતાવનાર તરફ તમારું હદય કેવું ઉદ્ઘસે છે? તમારી રકમ તમારા ચોપડામાં તમારા ધ્યાન બહારની હતી તે બતાવી તે બતાવનાર તરફ કેટલી લાગણી થાય છે? તે માલમ