________________
પ્રવચન ૧૨૦ મું
[ ૨૭૩
આ સ્વભાવ ખ્યાલમાં આવે, હોકાયંત્રની સોયથી નજર ન ખસેડો, જ્યાં સુધી ધારેલે બંદરે ન પહોંચે ત્યાં સુધી સમ્યકત્વ થએલું હોય તો તમારી દષ્ટિ આત્માના અનંત જ્ઞાનદર્શનાદિ તરફ લાગેલી જ રહેવી જોઈએ. કારણ આ આત્માને આ જ સ્વભાવ છે.
સમ્યકત્વ પામવા સમયને આનંદ કેવો હોય ?
જે આત્માને સ્વભાવ તો માલિકી–કબજે આત્માનો છે. સ્વભાવ રૂપ હોય તો બીજાના કબજાની-માલિકીની હાય નહિં. તેથી સમ્યગદર્શન, જ્ઞાન, ચારિત્ર આત્માના સ્વરૂપભૂત ચીજ, તેથી આત્માના કબજાની. તો પછી આખું જગત સર્વજ્ઞ રૂપ કેમ નથી? જગતના જીવે જીવ છે તે સર્વજ્ઞ રૂપ કેમ નથી ? સેનાને અસલી સ્વભાવ સોટીને, તો જગતનું બધું સોનું સેટચનું કેમ નથી? જેમાં ભળેલ મેલ રહ્યો હોય તે ૧૦૦ ટચનું ન હોય અને જેમાંથી ભળેલો મેલ ખસી ગયો તે સે ટચનું હોય. જેને કર્મ રૂપ મેલ ભળે છે તે સર્વજ્ઞ રૂપે નથી. જેમનામાંથી કર્મ રૂપ મેલ ખર્યો છે તે સર્વજ્ઞ રૂપ છે. આથી સની સોનાને મેલું દેખે તેથી કંટાળે નહિં. કારણ, તેને ખ્યાલમાં છે કે હમણું ગાળીશ ને ચોખ્ખું કરીશ, એને નિર્મળ કરવાનો ઉપાય હાથમાં છે. તેવી રીતે સમકિતી ચાહે જે મલીન જીવ દેખે છતાં કંટાળે નહિં. મારી પાસે સુધારવાને કીમી આવી ગયા છે. ત્યાં મેલા સેનાને ડર નથી. એવી રીતે આ આત્મા મેલા છે, બારે અવિરતિમાં સોળ કષાય, નવ નેકષાય, ત્રણ જેગમાં પડ્યો છે, તેની ફીકર નથી. કારણ સમ્યક્ત્વ રૂપી શેધવાને કીમીયે હાથ લાગ્યા છે. ત્યાં હવે તેના મેલાને ડર નથી. આ વસ્તુ વિચારીશું એટલે માલમ પડશે કે, સમ્યકત્વ પામે ત્યારે આનંદ ક થાય? તે આનંદને કેવળજ્ઞાની પણ કહી શકે નહિ. એ છે કે આનંદ હશે કે ચક્રવર્તિ ચક્રવર્તિપણું પામ્યો હોય તેને અનુભવ કર્યો હોય પછી કોઈ કારણથી તે જંગલમાં ભટકે છે, ત્યાં પસે શાકનો પણ મળતું નથી. એવી દશામાં દેવતા તુષ્ટમાન થાય ને એને ચક્રવર્તિ પ્રાપ્તિને મંત્ર આપે, એ મંત્ર આરાધતા જ્યાં ત્રીજે દહાડે તુષ્ટમાન દેવતા થય ને તને બોલાવવા આવ્યો છે, માટે જા. પ્રધાનાદિર બધા બાલાવા આવ્યા તે વખત આનંદની દશાને તપાસો! છેવાયેલી
૩૫