________________
૨૭૮ ]
શ્રી આગમોદ્ધારક-પ્રવચન-શ્રેણ
વામાં અડચણ શી ? આ તો પોતે કરે છે, પરિણામથી, સમજણની ખામી. છે, શુદ્ધ સંજમ વિચારીએ તે અનંતમાનાં અનંતમાં ભાગે છે. જેટલા મોક્ષે ગયા તેટલાએ ભાવચારિત્ર આઠ વખત કે અનંતી વખત લીધું, પણ દ્રવ્યચારિત્ર અનંતાનંત વખત. તેમાં ભાવચારિત્ર આઠ વખત, અનંતી વખત અભવ્ય પ્રતિબોધેલા અનંતા ક્ષે જાય તે ગુરૂ માને છે. તે માનવામાં મેલ અટક્યા નહિ, તે પછી દ્રવ્યથી સાધુ હોય તેને ભાવસાધુપણામાં લઈ જવાના કારણમાં શંકા નથી. તેને સાધુ માનવામાં શી રીતે અડચણ આવે છે. લોકોત્તર તત્વ પ્રાપ્તિ જબરજસ્ત ગણી છે, જેની આગળ માતા-પિતા, શેઢી આને ઉપગાર યાવત જિનેશ્વર, ગુરૂ ને. ધર્મને ઉપગાર છતાં ધર્મ પ્રાપ્તિને ચડાવી દીધી. આથી આત્મા કબૂલ કરશે કે ધર્મદીશા બતાવનારને ઉપગાર કેડ ભવે પણ વળી શકે નહિં. આવું સ્વરૂપ દેખાડનારનો ઉપગાર ધર્મની કિંમત ઉપર આધાર રાખે છે. દલાલીની કિંમત મૂળ કીંમત ઉપર છે. હવે એવી કીંમતી વસ્તુ બતાવી મેળવવાનો રસ્તો બતાવ્યો, તો તે બતાવનારને ઉપગાર ઓછો મનાય તેમાં અડચણ નથી. ધર્મરૂપી ચીજ લૌકીકમાં ફાયદો, લોકોત્તરમાં કયે ફાયદો કરે છે, તે કીંમત સમજનારા કાળ મહેલમાં બેઠેલા શ્રાવક કેવી પિતાની નિંદા કરે છે તે કેવી રીતે તે અધિકાર અગ્રે વર્તમાન.
પ્રવચન ૧૨૧ મું આ વદી ર રવિવાર
શાસ્ત્રકાર મહારાજા ધર્મોપદેશ કરતાં જણાવે છે કે જગત આખું ધર્મની પ્રીતિવાળું છે, અપ્રીતિવાળે કેઈ નથી. કેઈને પાપી–અધર્મી કહે તે રાજી થવા તૈયાર નથી. એક અધર્મી પાપી શબ્દ સાંભળવાથી જેટલો નારાજ, તેટલી સુંદરતા ધર્મની તેના મગજમાં રહેલી છે, પણ તે ઘમની સુંદરતા-પ્રીતિ ધર્મ પદાર્થ પર થઈ નથી. માત્ર ધર્મ શબ્દ ઉપર જ પ્રીતિ-રાગ થયો છે, પણ ધર્મ પદાર્થ ઉપર જે પ્રીતિ થવી જોઈએ તે થએલી નથી. કદાચ કહેવામાં આવે કે ત્યારે ધર્મ પદાર્થ